સાળંગપુર મંદીરના પાર્કીંગમાં પાર્ક કરેલી કારનો કાચ તોડી તેમાંથી લેપટોપની ચોરી કરનાર શખસને બોટાદ એલ.સી.બી. પોલીસે ચોરીના મુદામાલ સાથે બોટાદમાંથી પકડી પાડી તેની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
બોટાદ જીલ્લા એલ.સી.બી. પી.આઈ. એ.જી.સોલંકીના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લા કમાન્ડ એન્ડ કંટોલ (નેત્રમ) ટીમની મદદ મેળવી અને હ્યુમન સોર્સિંગથી તપાસ કરતા એલ.સી.બી. શાખાના હેડ.કોન્સ. ગોકુળભાઇ મનજીભાઇ ઉલવા અને પો.કોન્સ વનરાજભાઈ ડાયાભાઈ ડવને સંયુકત રીતે બાતમી મળી હતી કે સાળંગપુર મંદીરના પાર્કીંગમાં પાર્ક કરેલી કારના કાચ તોડી તેમાંથી લેપટોપની ચોરી કરનાર અજાણ્યો ઇસમ બોટાદ, ગઢડા રોડ 99 કે.વી. સબ સ્ટેશન સામે રોડ ઉપર ઉભો હોવાની હકીકત આધારે સ્થળ પર જઇ તપાસ કરતા આ બાતમી હકીકત મુજબના વર્ણનવાળો ઇસમ મળી આવાતા તેનુ નામઠામ પુછતા કેતનભાઇ ઉર્ફે ભોલુ દાતારામ ચૌહાણ (રહે. હાલ બોટાદ ગઢડા રોડ, આનંદધામ સોસાયટી બોટાદ ,મુળ વતન અમદાવાદ લાંભા ઇન્દીરાનગર વિભાગ-02, મકાન નંબર 2571, 2572 )હોવાનુ જણાવી તેની પાસે રહેલા થેલામાં તપાસ કરતા આ ગુન્હામાં ચોરી થયેલ મોડલ (લેટીટયુડ) 7410 નું લેપટોપ મળી આવતા . 70,000નુ મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.