વઢવાણ તાલુકાના વડોદ ગામના 37 વર્ષના રણછોડભાઈ ઉર્ફે જીણાભાઈ કુમાદરા મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેઓના લગ્ન 14 વર્ષ પહેલા રાધાબેન સાથે થયા હતા પરંતુ સંતાનમાં કંઇ હતું નહીં. ત્યારે તા. 3-11-2024ના દિવસે વડોદથી આ દંપતી બાઇક પર લીંબડી ખરીદી કરવા ગયા હતા. ત્યારબાદ ત્યાંથી બાઇક પર વડોદ ઘરે પરત ફરતા બલદાણા ગામના પાટીયા આગળ અમદાવાદ- રાજકોટ હાઇવે પરના પેટ્રોલ પંપ સામે રોડ પર પૂરપાટ આવતા કારના ચાલકે બાઇકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર ઇજાઓ થતાં રાધાબેનનું મોત થયું હતું. જ્યારે રણછોડભાઈને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલે લઇ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન 4 દિવસે તેઓ ભાનમાં આવ્યા હતા. આ અકસ્માતના બનાવ અંગે વઢવાણ પોલીસ મથકમાં 7-11-2024એ અકસ્માત કરનાર કારચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ એએસઆઈ અશ્વિનકુમાર વી.દવે ચલાવી રહ્યા છે.
વડોદથી બાઇક લઇને લીંબડી ખરીદી કરી પરત ફરતા દંપતીના બાઈકને કારચાલકે અડફેટે લીધું હતું
byDhaval Rathod