બોટાદમા પોસ્ટ ઓફિસ સામે આવેલા ચામુડા મોટર ગેરેજના ટેબલ પર મુકેલો મોબાઈલ કોઈ ઈસમ ચોરી કરી નાસી છુટ્યો હતો.
રાણપુરના બગડ ગામે રહેતા મોફીનભાઈ જાવેદભાઈ ગાંજા (ઉ.વ. 19)તા 21-9-2024ના રોજ સવારે બોટાદના સાળંગપુર રોડ ઉપર આવેલ ચામુડા ગેરેજ ઉપર કામ ઉપર ગયા હતા.
અને ગેરેજ ઉપર કામ કરતા હતા તેમણે તેમનો મોબાઈલ ગેરેજના ટેબલ પર મુક્યો હતો થોડા સમય બાદ મોફીનભાઈ ટેબલ ઉપર મોબાઈલ ન મળતા કોઈ અજાણ્યો ઈસમ મોબાઈલ જેની કિમત રૂપિયા 32,999નો કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી નાશી છુટ્યો હતો.
બનાવ અંગે મોફીનભાઈએ અજાણ્યા ઈસમ વિરૂધ્ધ બોટાદ પોલીસમાં ગુનો નોધાવ્યો હતો.