સુરેન્દ્રનગર જિલ્લામાં મંગળવારે એસટી વિભાગની લાઈન ચેકિંગ ટીમે કાર્યવાહી કરી હતી. જોકે આ ચેકિંગમાં કોઇ ગેરરીતિ ન ઝડપાતા એસટી તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.
બીજી તરફ સુરેન્દ્રનગર ડેપોમાંથી મુસાફરોને ધ્યાને લઇને 4 બસનું એક્સ્ટ્રા સંચાલન કરાયું હતું. જિલ્લાનાં સુરેન્દ્રનગર, ચોટીલા, ધ્રાંગધ્રા તેમજ લીંબડી ડેપોમાં અંદાજે કુલ 160 બસ દોડાવીને રાજકોટ એસટી વિભાગ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે.
ત્યારે હાલ સુરેન્દ્રનગરના ડેપોમાં તહેવારને લઇને ભીડ જામી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર એસટી ડેપોમાંથી રાજકોટ, અમદાવાદ તરફ 2 બસનું એકસ્ટ્રા સંચાલન કરાતા મુસાફરોએ લાભ લીધો હતો. જ્યારે દ્વારકા તરફ પણ 2 બસ મોકલીને તેનું સંચાલન કરાયું હતું.
બીજી તરફ તહેવારનો દિવસોમાં મુસાફરોની બસોમાં ભીડ વધુ રહેતા તેમજ આવા સમયે ટિકિટોમાં કોઇ ગેરરીતિ ન થાય તે માટે એસટી તંત્રની લાઈન ચેકિંગ ટીમે ઠેર ઠેર કાર્યવાહી કરી હતી. જેમાં સુરેન્દ્રનગર એસટી ડેપોમાં પણ આ ટીમે બહારથી આવતી બસોમાં મુસાફરોએ લીધેલી ટિકિટોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જોકે, કોઇ ગેરરીતિ ધ્યાને ન આવી ન હતી.