અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

બોટાદમાં મહિલાને નોકરીમાંથી‎છૂટી કરાતાં દુકાનમાં તોડફોડ કરી‎

બોટાદમા મહિલાને નોકરી ઉપરથી છુટી કરવા બાબતે ઉપરાણુ લઈને આવેલ 3 ઈસમે દુકાનમા તોડફોડ કરી 20,000નુ નુકસાન પહોચાડી યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ બોટાદના શાતીવન સોસાયટીમા રહેતા અજીતભાઈ ખોડુભાઈ ડોડીયા (ઉ.વ. 44) તા.5-11-2024ના રોજ પોતાના ઘરે હાજર હતા અને તેમની દુકાનમાં નીચેના ભાગે કારીગરો કામ કરી રહ્યા હતા તે સમયે અજીતભાઈના ઘરની અંદર નીચે દેકારો થતા અજીતભાઈ નીચે જોવા માટે જતા અજીતભાઈના કારીગર રાજુભાઇએ અજીતભાઈને જણાવ્યુ કે એક નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ ફોરવ્હિલ ગાડી આવી અને તેમાથી ત્રણ જણા ઉતરીને દુકાનમા દાખલ થઈ ગયા હતા

જેમાથી બે વ્યક્તીએ મોઢા ઉપર રૂમાલ બાંધેલો હતો અને હાથમા ધોકા હતા અને એક માણસે મોઢે કાઈ બાંધેલ નહી જે જોર જોર થી બુમો પાડતા હતા કે અજીત ક્યા છે? અજીત ક્યા છે? તેમ કહી બુમો પાડી બે વ્યક્તિઓએ જેના હાથમા ધોકા હતા તેમને ધોકા વડે અજીતભાઈની દુકાનમા રહેલ કમ્પ્યુટર અને પ્રિન્ટર ઉપર ધોકા મારી રૂપિયા 20,000નુ નુક્શાન કરીને નાસી છુટ્યા હતા અને કહેતા હતા કે અજીત આવેતો તેને કહેજે કે કવિતા રામાનુજને નોકરી પરથી કેમ કાઢી નાખી હવે તુ જોજે કેમ તારી દુકાન ચલાવે છે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ અંગે અજીતભાઈએ માધુભાઈ ખોદાભાઈ ચાવડા અને બે અજાણ્યા ઈસમો વિરૂધ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમા ગુનો નોધાવી કાર્યવાહી હાથ ધરી હતી. મહિલાને નોકરી ઉપરથી છુટી કરવા બાબતે ઉપરાણુ લઈને દંગલ મચાવ્યુ હતુ.




વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો