હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ વિંછીયા તાલુકાની પ્રજાની સુખાકારી માટે આજે વહેલી સવારે જસદણના સામાજિક કાર્યકર ભરતભાઈ ઝવેરભાઈ પ્રજાપતિ ઉર્ફે ભક્તિભાઈ આજે સાયકલ દ્વારા અયોધ્યાની યાત્રા પર નીકળતાં તેમને શહેરીજનોએ દિલથી વિદાય આપી હતી
સવારે ભરતભાઈ જે સોસાયટીમાં રહે છે ત્યાંથી અયોધ્યા સાયકલ દ્વારા પ્રસ્થાન કરતાં તેમને જસદણ જીઆઈડીસી એસોસિએશન શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને ઘેલાં સોમનાથ મંદિરના ટ્રસ્ટી શ્રી વિજયભાઈ રાઠોડ અને સામાજિક કાર્યકર અમરશીભાઈ રાઠોડ સહિતના અનેક શહેરીજનોએ દિલથી વિદાય આપી હતી જસદણથી અયોધ્યા ૧૭૦૦ કિલોમીટરનો પ્રવાસ ભરતભાઈ ૧૪ દિવસમાં પુર્ણ કરશે.
અને અયોધ્યા પહોંચી ભરતભાઈ રામમંદિરમાં પહોંચી જસદણ વિંછીયા પંથકના લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરશે.