અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

રાજકોટમાં પ્રેમ પ્રકરણમાં મિત્ર સહિત બે વ્યક્તિ દ્વારા ધોકા અને છરીથી હુમલો, હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

રાજકોટમાં હત્યાનો વધુ બનાવ સામે આવ્યો છે. જેમાં માલવિયાનગર પોલીસ વિસ્તારમાં આવેલા ચંદ્રેશનગર શેરી નંબર 2માં કમલેશ રાઠોડને "મારી પત્ની ક્યાં છે ? તેમ કહી નિલેશ વાઘેલાએ ઝઘડો કર્યો હતો.
બાદમાં મિત્ર આશિષ ટાંક સાથે મળી ધોકા અને છરીથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો અને ત્યાંથી નાશી છૂટ્યો હતો. ઘટનાને પગલે ત્યાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને તેમનાં પરિવારજનો સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતા. 

યુવાનના મોતથી પરિવારમાં આક્રંદ ફેલાયો હતો. યુવાનના ભાઈ કલ્પેશનું 7 માસ પહેલાં જ અકસ્માતમાં મોત થયું હતું. જ્યારે પરિવારે એક સાથે 2 યુવાન પુત્રોને ગુમાવતા માતા-પિતા એકલવાયા બની ગયા હતા.

યુવકને ઢોર માર મારતા હોસ્પિટલ ખસેડાયો હતો
રાજકોટ શહેરમાં એક યુવાનને તેના જ મિત્રએ પતાવી દેતાં ચકચાર મચી ગઇ છે. મળતી માહિતી મુજબ ચંદ્રેશનગર શેરી નંબર 2માં રહેતાં કમલેશ વિનોદભાઈ રાઠોડ (ઉ.વ.24) ને સાંજે મિત્ર નિલેશ જીલુભાઈ વાઘેલા સાથે ઝઘડો થતા બેફામ મારામારી કરી હતી અને ભાગી ગયો હતો. 
ઢોર મારને કારણે કમલેશ બેભાન થઈ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ અહીં સારવાર દરમિયાન તેનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો છે.

હોસ્પિટલ પોલીસ ચોકી દ્વારા જાણ કરતા માલવિયાનગર પીઆઇ જીગ્નેશ દેસાઈ, એલસીબી પીએસઆઇ આર. એચ. ઝાલા સહિતની ટીમે હોસ્પિટલ અને ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. 

ડીસીબી, એલસીબીની ટીમ પણ તપાસમાં સામેલ થઈ છે. આરોપી રાઉન્ડ અપ થઈ ગયો છે.

અઠવાડિયા પહેલાની માથાકૂટમાં પુત્રની હત્યા કરાઈ: માતા
પ્રેમ પ્રકરણમાં ડખ્ખો થતાં આ હત્યા થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. મૃતક કમલેશના માતા પારુલ બેન વિનોદભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, અઠવાડિયા પહેલાં થયેલી માથાકૂટમાં મારા પુત્રની હત્યા કરવામાં આવી હોય તેવું અમને અનુમાન છે.

સાત મહિના પહેલાં જ મારા મોટા પુત્ર કલ્પેશનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું અને ટૂંકા ગાળામાં જ મારા બીજા પુત્રની હત્યા થઈ ગઈ છે.

આરોપીની પત્ની ઘણા સમયથી રિસામણે હતી
ACP બી. જે. ચૌધરીએ જણાવ્યું હતું કે, ચંદ્રેશનગર વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો છે. 

જેમાં બંને આરોપી દ્વારા યુવાનને માર મારવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. 

કમલેશ ચામુંડા નગર વિસ્તારમાં રહે છે. આરોપી નિલેશ વાઘેલાની પત્ની ઘણા સમયથી રિસામણે હતી. જે મૃતક કમલેશને ખબર હતી. જેથી પત્ની ક્યાં છે તે જાણવા બાબતે ઝઘડો થયો હતો.
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો