છેલ્લા કેટલા સમયની ઘટનાઓ બનાવોથી એમ સાબિત થાય છે કે હવે રાજકીય પક્ષો સાથે ઘરોબો ધરાવનાર વ્યક્તિઓને કોઈ જાતની બીક ડર નથી. કાયદા કાનુન ખિસ્સામાં નાખીને આ લોકો જાહેરમાં બિંદાસ હરે ફરે છે. આ લોકોએ પાપ પુણ્ય વચ્ચેની સરહદ તો ક્યારની મિટાવી દીધી છે.
કોઈ પણ જાતનો ખોફ ડર ભય નથી. ધરતીના ભગવાન બની આ લોકો બેરોકટોક બધો ખેલ કરે છે. સામાન્ય લોકો રાહદારીઓ યુવતીઓ મહિલાઓ વડીલોનું જાણે આ લોકો એ જીવવાનું હરામ કરી નાખ્યું છે.
આ બધા માટે મુખ્ય જવાબદાર આપણા રાજકારણીઓ છે. વોટબેંક માટે આ લોકો ગમે તે કરવા તૈયાર થઈ જાય છે. ભ્રસ્ટાચારીઓ બળાત્કારીઓ હત્યારાઓ ખંડણીખોરો કાલાબજાર કરનારાઓ ભેળસેળ કરનારાઓ અસામાજિક તત્વો ગુનેગારો બધાને રાજકીય ઓથ મળી રહે છે. સજા કાપતા ગુનેગારો જેલમાં બેઠા બેઠા આખા દેશમાં બળાત્કારો કરાવે છે.
ફાયરિંગ કરી હત્યાઓ કરાવે છે. નામચીન વ્યક્તિઓને બેધડક પાંચ પચાસ કરોડ ખંડણી માંગી લઈ આખા દેશમાં વગર જાહેરાતે ખોફ ફેલાવી શકે છે.
હજુ તો બનતા હોય એ કરોડોના ખર્ચે બનતા રસ્તાઓ પુલો ફ્લાયઓવર બ્રિજ મોટી મોટી બિલ્ડીંગો તુટી જાય છે પડી જાય છે નકલી દવા બનાવટી ઓપરેશન કરી બનાવટી કાગળ પર દર્દી ઉભા કરી જીવ લઈને પણ લાખો રૂપિયા ખુલ્લેઆમ લૂંટવામાં આવી રહ્યા છે ઠેઠ ઉપરથી નીચે સુધી બધા મળેલા હોય છે
સરકાર પોતાની યોજનાઓની વાહ વાહ કરાવે છે એ માટે પડદા પાછળ કઈ પણ કરી લે છે. ધરપકડ સજા ગુનાની કોઈને પણ બીક નથી.
અહીં ભારતના 85 કરોડ મધ્યમવર્ગીય લોકોને બે સમય શું રાંધવું? શું ખાવુ? એ સમસ્યા સતાવી રહી છે. આખો દિવસ કડી મહેનત કરી કમાયેલા 500 રૂપિયામાં હવે પાંચ વસ્તુ પણ આવતી નથી ને રોજ કરોડો અબજોનું ડ્રગ્સ પકડાય છે આટલા બધા રૂપિયા આવે છે ક્યાંથી? કોઈ દિવસ સત્ય હકીકત બહાર આવવાની નથી.
છોટા રાજન લોરેન્સ આટલા સમયથી સરકારી મહેમાન છે એમની પાસેથી શું માહિતી મળી? આ લોકો એ કઈ બાતમી ક્યાં ભવિષ્યમાં થનારા ષડયંત્રની બાતમી આપી? દાઉદ છોટા શકીલ ટાઇગર મેમણ વિશે શું માહિતી આપી.?
ઘરમાં ઘુસી મારવાની વાતો કરનારા પન્નુને પણ પતાવી શકતા નથી.
પ્રધાનમંત્રી જન આરોગ્ય હેઠળ માત્ર ગુજરાતની જ વાત કરીએ તો છેલ્લા પાંચ વરસમાં 47 લાખ દર્દીઓની માં કાર્ડ હેઠળ સારવાર કરી સરકારી તિજોરીમાંથી અધધ 9933 કરોડ રૂપિયા ગુજરાતની હોસ્પિટલોને ચૂકવાઈ ગયા છે. આમાં સાચા દર્દી કેટલા? બનાવટી દર્દી કેટલા? માત્ર કાગળ પર દર્દી બતાવી કેટલા રૂપિયા લૂંટાઈ ગયા કોઈ રેકોર્ડ નથી. નવાઈની વાત તો એ છે કે જે વ્યક્તિઓ પાસે માં કાર્ડ નથી એના પણ અસલી કે નકલી માં કાર્ડ બનાવી કરોડો રૂપિયા ઘરભેગા કરી દેવાયા છે.
હવે આપણે ત્યાં અસલી શું છે એ જ તપાસનો વિષય છે. બધું જ નકલી બધું જ બનાવટી બસ હવે ખાલી પૈસા જ અસલી છે બાકી બધું નકલી છે.
" સૂરજ ના બદલા ચાંદ ના બદલા
ના બદલા હે આસમાંન
કિતના બદલ ગયા ઇન્સાન
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા
સુરત
93769 81427