અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

Farmer Registry Gujarat Last Date: ખેડૂત મિત્રો માટે ખાસ જાણવાજોગ, જુઓ ફાર્મર રજીસ્ટ્રેશન છેલ્લી તારીખ

Farmer Registry Gujarat Last Date: પીએમ કિસાન સહાય મેળવવા માટે ખેડૂતોને એગ્રીસ્ટેક- ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ ઉપર નોંધણી કરાવવી જરૂરી છે. પરંતુ, આ પોર્ટલ ઉપર છેલ્લા થોડા સમયથી ટેક્નિકલ ખામી સર્જાતા હાલ તેના પર નોંધણી થઈ શકતી નથી. જોકે આ સમસ્યાનું નિરાકરણ લાવવા મથામણ ચાલી રહી છે.
Farmer Registry Gujarat Last Date
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોને આગામી ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે તા. ૨૫-૧૧-૨૦૨૪ પહેલા ફાર્મર રજીસ્ટ્રી ફરજીયાતપણે પૂર્ણ કરવા જણાવાયું હતું, પરંતુ હાલમાં ગુજરાતના ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર કેટલીક ટેકનિકલ ખામી સર્જાઈ હોવાના કારણે નોંધણી થઈ શકશે નહિ.

ફાર્મર રજીસ્ટ્રેશન છેલ્લી તારીખ
રાજ્યના કૃષિ વિભાગે એક અખબારી યાદી મારફતે જણાવ્યુ છે કે, ખામી સર્જાતા હાલ નોંધણી બંધ છે. પરંતુ, ટૂંક સમયમાં આ તેને દૂર કરીને પોર્ટલ ઉપર નોંધણીની પ્રક્રિયા ફરી શરૂ કરી દેવામાં આવશે ત્યારબાદ રાજ્યભરના તમામ ખેડૂતોને જાણ કરવામાં આવશે. PM કિસાન સહાય યોજના હેઠળ ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત છે. ગુજરાતના તમામ ખેડૂતોની ૨૫મી માર્ચ ૨૦૨૫ સુધીમાં નોંધણી પુર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ટૂંક સમયમાં જ આ ખામીને દૂર કરીને નોંધણી પ્રક્રિયા ફરી શરુ કરીને ખેડૂતોને જાણ કરવામાં આવશે.

વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો