જિલ્લામાં પરવાનાવાળા હથિયારોથી સોશિયલ મીડિયામાં રોફ જમાવવાનો અને ગેરકાયદે કામોમાં ઉપયોગ થવાના બનાવો દિવસે દિવસે વધતા જાય છે.
જેને લઇ જિલ્લા કલેક્ટર અને પોલીસવડાએ કાર્યવાહીની સૂચના આપવા સાથે આવા પરવાના ધરાવતા 400થી વધુ લોકોના પરવાના રદ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી છે.
પરંતુ હજુ પણ લોકોને જાણે પોલીસની બીક ન હોય તેમ સોશિયલ મીડિયામાં ફાયરિંગ કરતા વીડિયો મૂકતા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. જેમાં બુધવારે જિલ્લાના સોશિયલ મીડિયામાં એક વીડિયો ફરતો થયો હતો જેમાં 2 વ્યક્તિ જોવા મળે છે જે પૈકી એક હવામાં ફાયરિંગ કરી જન્મ દિવસની ઉજવણી કરતા હોય તેવું બેકગ્રાઉન્ડ મ્યૂઝિક જણાતું હતું.
જેને લઇ પોલીસ પણ તપાસ હાથ ધરાઇ છે જેમાં આ વ્યક્તિ ક્યાંનો છે કોણ છે સુરેન્દ્રનગર જિલ્લાનો છે કે કેમ તથા તેમની પાસે રહેલ હથિયાર કોનું છે કાયદેસર છે કે ગેરકાયદે સહિત તપાસ હાથ ધરી છે.