WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

બોટાદના પાળીયાદ પાસેથી 113 બોટલ દારૂ અને કાર મળી રૂ. 2,42,375નો મુદ્દામાલ કબ્જે કર્યો

બોટાદના પાળીયાદ પોલીસ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પૂર્વ બાતમીના આધારે બ્લેક કલરની સ્વિફ્ટ કારને ઉભી રાખીને કારમાં તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો.
પાળીયાદ પોલીસ પાળીયાદ ગામથી સુરેન્દ્રનગર જવાનાં રસ્તા પરથી પેટ્રોલિંગ દરમિયાન પોલીસે કારને અટકાવી હતી અને કાર ચાલક મોકાનો લાભ લઈને નાસી છૂટ્યો હતો. 
જ્યારે કારમાં સવાર એક વ્યક્તિની પોલીસે અટકાયત કરી હતી અને પોલીસે કારમાં તપાસ કરતા 113 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂનો જથ્થો તેમજ સ્વિફ્ટ કાર મળી કુલ રૂ. 2,42,375નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને કારમાં બેસેલા વ્યક્તિની અટકાયત કરીને કોનો દારૂ હતો, ક્યાંથી લાવેલા અને કોને દેવા જવાના તેમજ કેટલા સમયથી દારૂનો વેપાર કરે છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.


ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો