બોટાદ પોલીસ હેડ ક્વાર્ટરમાં કોમ્પ્યુટર શાખાના ટેકનીકલ કર્મચારીને બોટાદના અવેડા ગેટ પાસે મોબાઈલમાં એકાઉન્ટ એડ કરાવવા બાબતે પંકજ પાનની દુકાને જતા ત્રણ ઈસમોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે મળતી માહીતી મુજબ બોટાદ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા કરમશીભાઈ નાનુભાઈ રાઠોડ ઉં.વર્ષ 39એ 12 વર્ષથી બોટાદ પોલીસ હેડક્વાર્ટર ખાતે કોમ્પ્યુટર શાખાના ટેકનિકલની કામગીરી કરી રહ્યા છે.
કરમશીભાઈએ નવો મોબાઈલ લીધો હોવાથી તેમા જીમેલ એકાઉન્ટ એડ કરાવવા માટે કરમશીભાઈ તેના મિત્ર સાહિર અબ્દુલભાઈ ખંભાતી પાસે જીમેલ એકાઉન્ટ એડ કરાવવા માટે પંકજ પાન નામની દુકાને ગયા હતા ત્યારે રાજદીપભાઈ દિલીપભાઈ માલા, અંજિમ મુન્નાભાઈ અને ફૈઝલ ઉર્ફે ચકલી રફીભાઈ ખંભાતી દ્વારા કરમશીભાઈને ઓટલા ઉપરથી ઊભા થઈ જવાનું કહી મોટરસાયકલ માંથી ધોકો કાઢી કરમશીભાઈને મોઢાના ભાગે અને ઢીંકા પાટૂંનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે કરમશીભાઈએ ત્રણેય ઈસમો વિરૂધ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમા ગુનો નોધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.