હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના પારેવાળા ગામની સરકારી પ્રાથમિક સ્કૂલના વિદ્યાર્થીઓ જસદણ ન્યાયાલયની મુલાકાત લીધેલ.
આમ ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગના આદેશ અનુસાર વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે પ્રેક્ટીકલ જ્ઞાન આપવું જરૂરી છે તે અનુસંધાને જસદણ તાલુકાના પારેવાળા ગામની સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ જસદણ ન્યાયાલયની મુલાકાત લીધેલ.
આમ જસદણ ન્યાયાલયની મુલાકાત દરમિયાન એ.પી.પી. શ્રીમતી કે.એમ.ચૌધરીએ બાળકોને શૈક્ષણિકની સાથે કાયદાકીય માર્ગદર્શન આપેલ તેમજ વિદ્યાર્થીઓએ જસદણ ન્યાયાલયના તમામ વિભાગની તેમજ કોર્ટ રૂમની મુલાકાત લીધેલ.આ તકે એડવોકેટશ્રી રમેશભાઈ નાગાણી, મહાવીરભાઈ બસીયા, વિપુલભાઈ હતવાણી, નદિમભાઈ ધંધુકિયા, મનુભાઈ દાફડા, પ્રકાશ પ્રજાપતી અને ઘણા બધા એડવોકેટશ્રીઓ હાજર રહેલ અને અંતે વિદ્યાર્થીઓને નાસ્તો આપવામાં આવેલ.
આ સાથે જસદણ ન્યાયાલયના નામદાર મહેરબાન પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તેમજ તાલુકા લીગલ સર્વિસ કમિટીના ચેરમેનશ્રી કે.એન.દવે તેમજ નામદાર મહેરબાન એડિશનલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસશ્રી વી.એ.ઠક્કર તથા રજીસ્ટરશ્રી એમ.બી પંડ્યા તથા લીગલ વિભાગના સેક્રેટરી જે.એ.સોયાએ જસદણ ન્યાયાલયની મુલાકાત લીધેલ પારેવાળા સ્કૂલના વિદ્યાર્થીઓ તથા સ્કૂલના આચાર્યશ્રીનો તથા તમામ કર્મચારીશ્રીઓનો આભાર વ્યક્ત કરેલ.
આમ પારેવાળા સ્કૂલના આચાર્યશ્રીએ જસદણની ન્યાયાલયની મુલાકાત માટેની પરમિશન આપવા બદલ નામદાર મહેરબાન જજ સાહેબશ્રીઓનો અને માહિતી માર્ગદર્શન આપવા બદલ એ.પી.પી.શ્રી અને તમામ વિભાગના કર્મચારીશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.