સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ખાટડી ગામની સીમ વાડીમાંથી 400 લિટર દેશી દારૂ સાથે રૂ. 3.50 લાખનો મુદામાલ પોલીસે ઝડપી પાડ્યો હતો. ગાંધીનગર SMC ટીમે દેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ચોટીલાના ખાટડી ગામની સીમ વાડીમાંથી 400 લિટર દેશી દારૂ ઝડપી પાડ્યો હતો. જેમાં ગાંધીનગર એસએમસી ટીમે દેશી દારૂ, બે બાઇક અને એક મોબાઈલ સહિત કુલ રૂપિયા 3,50,000થી વધુનો મુદ્દામાલ ઝડપી પાડી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
ગાંધીનગર એસએમસી ટીમે નરેશ વલકુભાઈ અને પસો કમાભાઈ માલકીયાને મળી બને શખ્સોને ઝડપી પાડી નાની મોલડી પોલીસ મથકે દારૂ અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે ચોટીલાના ખાટડી ગામની સીમ વાડીમાંથી 400 લિટર દેશી દારૂ સાથે રૂ. 3.50 લાખનો મુદામાલ ઝડપી પાડતા ગેરકાયદેસર દેશી દારૂનો ધંધો કરતા લોકોમાં ભારે ફફડાટ મચી ગયો હતો.