પાળીયાદ ગામે આવેલ પવિત્ર અને દેહણ જગ્યા વિસામણબાપુની જગ્યા ખાતે આજે સોમવતી અમાસ નિમિત્તે માનવ મેરામણ દર્શન કરવા માટે ઉમટી પડ્યું હતું.
દર અમાસે પાળિયાદ વિસામણબાપુની જગ્યાએ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવતા હોય છે, ત્યારે આજે સોમવતી મોટી અમાસને લઈને હજારો લોકો પાળિયાદ વિસામણબાપુની જગ્યા ખાતે દર્શન કરવા ઉમટી પડ્યા હતા.