WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

આગામી પાંચ દિવસ ઠંડી લોકોને ધ્રુજાવશે:સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની શક્યતા, સિઝનમાં પ્રથમવાર તાપમાનનો પારો 8 ડિગ્રીની નીચે ઉતર્યો

ગુજરાતમાં ડિસેમ્બર માસના બીજા સપ્તાહની શરૂઆતથી જ શિયાળો બરાબર જામ્યો છે અને ધ્રુજાવી દેતી ઠંડીની શરૂઆત થઈ છે. રાજ્યભરમાં તમામ જિલ્લાઓમાં લઘુતમ તાપમાન ઘટતાં જાણે સમગ્ર ગુજરાતવાસીઓ ઠંડીથી ઠૂઠવાઈ ગયા હોય એવી સ્થિતિ સર્જાઇ છે. 
ત્યારે હજુ પણ આગામી દિવસોમાં ઠંડીનું જોર યથાવત્ રહેવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ગુજરાત પર આવતા પવનો ઉત્તર-પશ્ચિમ દિશાથી આવી રહ્યા છે, તેથી ઠંડા પવનો ગુજરાત પર આવતાં તાપમાનમાં ઘટાડો થયો છે. 

આ સાથે જ ગત મોડીરાત્રે મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ પણ સામાન્ય કરતાં થોડા અંશે વધુ અનુભવાય રહી હતી, જેને કારણે ઠંડા પવનો ફૂંકાતાં ઠંડીનો અનુભવ વધુ થયો હતો.

આગામી પાંચ દિવસ દરમિયાન ઠંડીમાં રાહત મળવાની કોઈ શક્યતા નથી. સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની પણ શક્યતા વ્યકત કરવામાં આવી છે. સિઝનમાં પ્રથમવાર આજે તાપમાનનો પારો 8 ડિગ્રીની નીચે જોવા મળ્યો હતો.

નલિયામાં છેલ્લા 24 કલાક દરમિયાન 7.6 ડિગ્રી તાપમાન નોંધાયું
ગુજરાત રાજ્યમાં જ્યાં સામાન્ય રીતે સૌથી ઓછું લઘુતમ તાપમાન નોંધાવાતું હોય છે તેવા નલિયામાં સતત બીજા દિવસે રાજ્યનું સૌથી ઓછું લઘુતમ તાપમાન નોંધાયું હતું, જે આ વર્ષનું સૌથી ઓછું લઘુતમ તાપમાન પણ છે. નલિયામાં છેલ્લા 24 કલાક દરમિયાન 7.6 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું આ ઉપરાંત ગતરોજ કરતાં નલિયામાં છેલ્લા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાનમાં 3.2 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે
પૂર્વ ઉત્તરપ્રદેશ પરથી હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું હોવાથી ગુજરાત પર ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેને કારણે ગુજરાત રાજ્યના લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હાલમાં ગુજરાત પર આવતા પવનોની દિશા મુખ્યત્વે ઉત્તર અને ઉત્તરપૂર્વીય છે, જેથી કાશ્મીરમાં જે હિમવર્ષા થઈ છે એની ઠંડક ગુજરાત સુધી આવી રહી છે.

હજુ આગામી પાંચ દિવસ ઠંડી ધ્રુજાવશે
ઉલ્લેખનીય છે કે ઉત્તર દિશા તરફથી આવતા પવનો પહાડોની ઠંડક ગુજરાતની ધરતી સુધી ખેંચી લાવે છે, જેને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. આગામી 24 કલાક દરમિયાન હજુ પણ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓનું લઘુતમ તાપમાન એકથી બે ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે છે, એટલે કે ગુજરાતવાસીઓ હજુ પણ આગામી 24 કલાક દરમિયાન ઠંડીમાં ઠૂઠવાઈ શકે છે. 

ત્યાર બાદ આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન તાપમાન યથાવત્ રહેશે, એટલે કે હજુ પણ આગામી પાંચ દિવસ ગુજરાતવાસીઓ માટે ઠંડીનું જોર યથાવત્ રહેશે. ત્યાર બાદ એકથી બે ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે.

ચાર મહાનગરમાં પણ ઠંડીનું જોર યથાવત્ રહ્યું
આ ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓનું લઘુતમ તાપમાન સામાન્ય કરતાં નીચું અને 24 કલાકની સરખામણીએ પણ બેથી પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધી ઓછું નોંધાયું હતું, જે નલિયામાં સામાન્ય કરતાં છેલ્લા 24 કલાક દરમિયાન પાંચ ડિગ્રી સેલ્સિયસ ઓછું લઘુતમ તાપમાન નોંધાયું હતું. 

આ સિવાય રાજ્યનાં ચાર મહાનગરોમાં પણ ઠંડીનું જોર યથાવત્ રહ્યું હતું તથા આગામી દિવસોમાં પણ ઠંડીનું પ્રમાણ યથાવત્ રહેતાં ગુજરાતવાસીઓને હાડ થીજવતી ઠંડીનો અનુભવ થશે. અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 13.9 ડિગ્રી સેલ્સિયસ, નોંધાયું હતું. વડોદરામાં 11 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 11.8 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 14.4 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો