જસદણના કાનપર ગામે રમતું બાળક કુવામાં પડી જતાં મોત: શ્રમિક પરિવારમાં શોકની લાગણી
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ તાલુકાના કાનપર ગામની એક વાડીમાં કુવામાં છ વર્ષીય બાળક રમતાં રમતાં કુવામાં પડી જતાં શ્રમિક પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી પ્રાપ્ત વિગતો મુજબ જસદણના કાનપર ગામની સીમમાં લાખાભાઈ શેરસિયાની વાડીમાં કામ કરતાં આદિવાસી મજુરનું બાળક આશિષ ઉંનડસીભાઈ મોરિયા ઉ.વ.૬ નામનું બાળક કુવામાં પડી જતાં બચાવ કામગીરી થાય તે પૂર્વે બાળકનું મોત થયું હતું અંતે બાળકને કૂવામાંથી કાઢી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવેલ હતું આ અંગેની તપાસ આટકોટ પોલીસે હાથ ધરી છે.