દિલ્હીની AIIMSમાં અંતિમ શ્વાસ લીધા, રાજકીય દુનિયામાં શોકની લહેર
ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે 92 વર્ષની વયે અવસાન થયું. બેહોશ થઈ જતાં તેમને રાત્રે 8:06 વાગ્યે દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં રાત્રે 9:51 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા.
લાંબા સમયથી હતા સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત
મનમોહન સિંહ છેલ્લા કેટલાક વર્ષોથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા અને આ પહેલા પણ તેમને ઘણીવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
AIIMSની બહાર વધારાઈ સુરક્ષા, રાજકીય નેતાઓ પહોંચ્યા શ્રદ્ધાંજલિ આપવા
મનમોહન સિંહના નિધનના સમાચાર સાંભળતાં જ પીએમ નરેન્દ્ર મોદીએ તેમના પરિવાર સાથે વાત કરી હતી. પ્રિયંકા ગાંધી અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ AIIMS પહોંચ્યા.
કોંગ્રેસની CWC બેઠક રદ
કર્ણાટકના બેલગાવીમાં ચાલી રહેલી કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક તાત્કાલિક રદ કરવામાં આવી છે. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે દિલ્હી માટે રવાના થયા છે.
મનમોહન સિંહ: એક વિખ્યાત આર્થિકશાસ્ત્રી અને રાજકીય નેતા
મનમોહન સિંહના જીવનમાં અનેક મહત્વપૂર્ણ મકામ રહ્યા છે:
શૈક્ષણિક કારકિર્દી: પંજાબ યુનિવર્સિટી, દિલ્હી સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ અને JNUમાં પ્રોફેસર તરીકે સેવાઓ આપી.
આર્થિક ભૂમિકા: 1982-85 દરમિયાન ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર રહ્યા. 1991માં નરસિમ્હા રાવ સરકારમાં નાણામંત્રી તરીકે નવી આર્થિક નીતિઓ લાવવાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
વડાપ્રધાન પદ: 2004 થી 2014 સુધી ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી.
મનમોહન સિંહના નિધનથી દેશ એક મોટા આર્થિક અને રાજકીય વિઝન ધરાવતા નેતાને ગુમાવ્યું છે.