બોટાદના ઢાકણીયા રોડ ઉપર આઈશર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમા બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યો હતો.
બોટાદનાં ઢાકણીયા રોડ ઉપર એક આઈશર ઢાકણીયા ગામ તરફ જઈ રહ્ય હતુ તે દરમિયાન અરવિંદ અશોકભાઈ બારૈયા પોતાનુ બાઈક લઈને ઢાકણીયા ગામથી બોટાદ તરફ આવતા કાંગસીયા વિસ્તાર પાસે પહોચતા આઈશર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.