જસદણના કાળાસર ગામે પાણીની પાઇપલાઇન પ્રશ્ને યુવકને જાતિ પ્રત્યે અપમાનિત કરી પાવડાથી હુમલો કરાતા પોલીસમાં ફરિયાદ થઇ છે.
પ્રાપ્ય વિગતો મુજબ કાળાસર ગામે રહેતા રાણાભાઇ હિરાભાઇ પરમારએ આરોપી મનસુખ કુરજીભાઈ ગાબુ તથા વિપુલ મનસુખભાઈ ગાબુ સામે જસદણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ ફરિયાદીની વાડીમાંથી આરોપીની પાણીની પાઇપ લાઇન પસાર થતી હોય જે લીકેજ થતા ફરિયાદીના ભાઇએ આરોપીને કહેતા સારૂ ન લાગતા બન્ને આરોપીએ જાતિ પ્રત્યે અપમાનિત કરી પાવડાથી હુમલો કરી ફરિયાદી તથા સાહેદને ઇજા કરી હતી.