ગઢડા શહેરમાં ઘેલો નદીની વચ્ચે આવેલો બેઠો પુલ ત્રણેક વર્ષથી બિસ્માર હાલતમાં છે. આ પુલ પરથી શહેરના અનેક વિસ્તારોમાં અને અન્ય શહેરોમાં જવા-આવવા માટેનો રસ્તો છે. ત્યારે પુલ પર મોટા મોટા ખાડા અને ખખડધજ હાલતથી વાહનચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કરવામાં આવી નથી. ત્યારે તાત્કાલિક આ પુલ પરનો રસ્તો બનાવવા લોકો માગ કરી રહ્યા છે.
બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં ઘેલો નદીની વચ્ચે પુલ આવેલો છે. જે બેઠો પુલ તરીકે ઓળખાય છે. આ બેઠો પુલ પરથી ભડલી ગેઈટ, સામાકાંઠા વિસ્તાર, ઢસા રોડ, ભાવનગર રોડ તેમજ બન્ને સ્વામિનારાયણ મંદિરો તરફ જવા માટે આ બેઠા પુલ પરથી પસાર થવું પડે છે, પરંતુ બેઠો પુલની દયનીય સ્થિતિ જોવા મળે છે. પુલ પર મોટા મોટા ખાડા પડી ગયા છે અને એકદમ ખખડધજ અને બિસ્માર હાલતમાં છે. જેના કારણે રાહદારીઓ, યાત્રાળુઓ અને વાહનચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.
ગઢડા શહેરનાં મોટા વિસ્તારોને જોડતો આ બેઠો પુલ છે. ગઢડાના સામાકાંઠે વિસ્તાર તેમજ ભડલી ગેઈટ વિસ્તાર તેમજ મંદિરો અને અન્ય શહેરોમાં જવા માટે આ પુલ પરથી પસાર થવું પડે છે. તેમજ શહેરનાં સામાકાંઠે વિસ્તારમાં હજ્જારો વીઘા ખેતીની જમીન આવેલી છે. જેથી ખેડૂતોને પોતાની વાડીએ જવાનો મુખ્ય રસ્તો છે, તેમજ અહિ સ્વામીનારાયણ સંપ્રદાયમાં મહત્વ ધરાવતી ઘેલો નદી આવેલી છે. જેથી યાત્રાળુઓનો પણ ઘસારો રહે છે, પરંતુ બેઠો પુલ ખખડધજ અને બિસ્માર હાલતમાં હોવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે તાત્કાલિક આ બેઠો પુલનું સમારકામ કરવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યા છે.
ગઢડા ઘેલો નદીની વચ્ચે આવેલો બેઠો પુલ જે છેલ્લાં ત્રણેક વર્ષથી બિસ્માર હાલતમાં છે. આ વિસ્તારનાં લોકો અને રાજકીય આગેવાનો દ્વારા અનેકવાર તંત્રને રજૂઆત કરવામા આવી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી અને વાહનચાલકોઅને રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. રસ્તો ખરાબ હોવાથી અકસ્માતોનો ભય પણ રહે છે, જેથી તાત્કાલિક પુલ પર રસ્તો બનાવવામાં આવે તેવી વિપક્ષ દ્વારા માગ કરી છે તેમજ જો તાત્કાલિક પુલનું સમારકામ કરવામાં નહિ આવે તો આવતા દિવસોમાં વિપક્ષ દ્વારા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.