WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

બોટાદમા અપહરણ કાંડ: ઓઈલ મિલના માલિકનું અપહરણ કરી 50 કરોડની માંગ, પોલીસની ઝડપી કાર્યવાહીથી યુવાનને છોડાવ્યો

બોટાદમાં મિલમાલિકનું અપહરણ, 50 કરોડની માગ:પોલીસે ગણતરીના કલાકોમાં લોકેશનના આધારે યુવાનને છોડાવ્યો; ક્રેટા ગાડીમાંથી કમળ દોરેલો ખેસ તેમજ ધોકા મળી આવ્યા

આજરોજ બોટાદમાં એક ચકચારી ઘટના બની છે. કેટલાક અજાણ્યા શખસો દ્વારા બોટાદના ભદ્રાવડી ગામના રાઘે ઓઈલ મિલના માલિકનું અપહરણ કરી 50 કરોડની માગ કરવામાં આવી હતી. જો કે, પોલીસે ગણતરીના કલાકોમાં લોકેશનના આધારે યુવાનને છોડાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, જે ક્રેટા ગાડીમાં યુવાનનું અપહરણ કરવામાં આવ્યું હતું તે ગાડીમાંથી કમળ દોરેલો ખેસ તેમજ ધોકા મળી આવ્યા હતા.
અજાણ્યા શખસોએ કારથી મિલમાલિકની બાઈકને ટક્કર મારી
બોટાદના ભદ્રાવડી ગામના રાઘે ઓઈલ મિલના માલિક પોતાની બાઈક લઈને જતાં હતા. તે દરમિયાન કોઈ અજાણ્યા શખસો ફોરવ્હિલ કાર લઈને આવી ને ઓઈલ મિલના માલિકની બાઈકને ટક્કર મારે છે. જે બાદ ઓઈલ મિલના માલિકને ગાડીમાં બેસાડી અપહરણ કરી ફરાર થઇ જાય છે. જે ઘટનાની જાણ થતાં એસપી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસને લોકેશન મળતાં પોલીસે ગણતરીની કલાકોમાં અપહૃત યુવાનને વિંછીયાના સમઢીયાળા ગામેથી છોડાવ્યો હતો.
યુવાનને પકડીને કારમાં બેસાડી અપહરણ કર્યું
મળતી માહિતી મુજબ, ભદ્રાવડી ગામે રહેતા અને રાઘે ઓઈલ મિલના માલિક વિપુલભાઈ શેખ નામના યુવક આજે સવારના 10 કલાકે ઓઈલ મિલથી પોતાની બાઈક લઈને જતો હતો. ત્યારે થોડે દૂર જતાં કોઈ અજાણ્યા શખસો ફોરવ્હિલર કાર લઈને આવ્યા હતા અને બાઈક સાથે કાર અથડાવી હતી. ત્યાર બાદ વિપુલભાઈને પકડીને કારમાં બેસાડી અપહરણ કરી નાસી છૂટ્યા હતા.
પોલીસે લોકેશનના આધારે યુવાનને છોડાવ્યો
અપહરણની ઘટનાની જાણ થતાં બોટાદ એસપી, ડિવાયએસપી, એલસીબી, એસઓજી સહિતના પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. બોટાદ જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી હતી. બોટાદ જિલ્લાની આસપાસના જિલ્લાઓની પોલીસને પણ જાણ કરી હતી અને અપહૃત યુવાનની શોધખોળ શરૂ કરી હતી. તેવામાં પોલીસને યુવાનનું લોકેશન મળતાં પોલીસ લોકેશનવાળી જગ્યાએ પહોંચી હતી. જ્યાં અપહૃત યુવાનને છોડાવી હાલ પોલીસ યુવાનને લઇ પાળીયાદ પોલીસ સ્ટેશને લાવી છે.
અપહરણકર્તાઓએ અપહૃત યુવાનને ઢોર માર માર્યો
ભદ્રાવડી ગામના અને રાઘે ઓઈલ મિલના માલિક વિપુલભાઈ શેખનું સવારના 10 કલાકે અપહરણ થતાં ચકચાર મચી જવા પામી હતી.
અપહરણકર્તાઓ યુવકને ફોરવ્હિલર કારમાં બેસાડી લઇ ગયા હતા. રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના સમઢીયાળા ગામે પહોંચતાં અપહરણકર્તાઓએ અપહૃત યુવાનને ઢોર માર માર્યો હતો. જેથી અપહૃત યુવકે 'બચાવો બચાવો'ની બૂમો પાડી હતી.
યુવકે 'બચાવો બચાવો'ની બૂમો પાડતાં લોકો એકત્રિત
ગામના લોકો એકત્રિત થઇ ગયા હતા અને કાર પાસે પહોંચ્યા હતા. જ્યાં અપહૃત યુવાનને જોયો હતો. તેવામાં બોટાદ એલસીબી પોલીસ સમઢીયાળા ગામે પહોંચી હતી. જેથી અપહરણકર્તાઓ કાર મુકીને નાસી છૂટ્યા હતા. ત્યારે બોટાદ પોલીસ અપહૃત યુવક વિપુલ શેખને હાલ પાળીયાદ પોલીસ સ્ટેશન ખાતે લાવી છે અને અપહરણ કોણે કર્યું હતું, અપહરણ કરવાનું શું કારણ હતું તે દિશામાં તપાસ હાથ ધરી છે.

પોલીસને જોઈ આરોપી ગાડી મૂકી નાસી છૂટ્યા
સમગ્ર ઘટનાની ગંભીરતાને લઈ એસપી, ડીવાયએસપી, બોટાદ જિલ્લા એલસીબી, એસઓજી ટીમ સ્થળ પર પહોંચી હ્યુમન રિસોર્સ ટેકનિકલ રિસોર્સના માધ્યમથી જાણકારી મેળવી હતી. આ અપરણ માટે બે ફોરવ્હિલ ગાડીનો ઉપયોગ થયો હતો. ત્યારે પોલીસ દ્વારા નાકાબંધી અને સતત પીછો કરતાં વિંછીયા તાલુકાના સમઢીયાળા ગામ પાસે ક્રેટા ગાડીમાં વિપુલ નંદલાલ શેખને બેઠેલો છોડી ગાડી મૂકી નાસી છૂટ્યા હતા.

યુવાન પાસેથી 50 કરોડ રૂપિયા માંગ
અપહરણ કરનારા સંજય મનુ ઓળકિયા, હિતેશ મનુ ઓળકિયા, સાગર જાપડીયા સહિતના પાંચથી છ શખસ અપહરણમાં સામેલ હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું છે. આ તમામ શખસોએ વિપુલ શેખ પાસેથી 50 કરોડ રૂપિયા માંગ્યા હતા. ત્યારે ઓઇલ મિલ, પૌંવા બનાવવાનું કારખાનું અને ઓનલાઈન ગેમિંગમાં ખૂબ મોટી કમાણી કરનાર વિપુલ શેખ પાસેથી પૈસા પડાવવા માટે સમગ્ર કાવતરું રચ્યું હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. સમગ્ર ઘટનાના મૂળ સુધી પહોંચવા બોટાદ જિલ્લા પોલીસ દ્વારા તપાસ શરૂ છે તેમ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ બળોલીયાએ મીડિયાને માહિતી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, અપહરણકર્તાઓની ક્રેટા ગાડીને પોલીસે કબ્જે લીધી હતી. જે ગાડીમાં કમળ દોરેલો ખેસ તેમજ ધોકા મળી આવ્યા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો