ગઢડા તાલુકાના લાખણકા ગામ પાસે ગઈકાલે રાત્રીના સમયે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બને બાઈક ચાલકોને ગંભીર ઈજાઓ થતાં બોટાદ અને ભાવનગર સારવાર માટે હોસ્પિટલ ખસેડેલ જ્યાં બોટાદ સારવાર લઈ રહેલ બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું. તો અન્ય બાઈક ચાલક ગંભીર હોવાથી ભાવનગર સારવાર હેઠળ છે.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના લાખણકા ગામ નજીક મામાદેવના મંદિર પાસે ગત રાત્રીના સમયે બે બાઈક ચાલકોઆવી રહ્યા હતા. તેવામાં બંને બાઈક ધડાકાભેર સામસામે અથડાયા હતા.
જેથી બંને બાઈક ચાલકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી બંનેને પ્રથમ ગઢડાની રેફરલ હોસ્પિટલ ખસેડેલ પરંતુ બંને બાઈક ચાલકોને ગંભીર ઈજાઓને લઈને એક બાઈક ચાલકને બોટાદ હોસ્પિટલ તો બીજા બાઈક ચાલકને ભાવનગર સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોચી તપાસ હાથ ધરી.
બોટાદ હોસ્પિટલે ઈજાગ્રસ્ત બાઈક ચાલકનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. મૃતક બાઈક ચાલક યુવાન ગઢડાનો હોવાનું પ્રાથમિક માહિતી મળી રહી છે. ત્યારે બીજો બાઈક ચાલક ગંભીર હોવાનું સુત્રો પાસેથી માહિતી મળી રહી છે. જ્યારે ગઢડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.