બોટાદમાં બાઈક ચાલકને રિક્ષાએ અડફેટે લીધા બાદ પાછળ આવતી જતા બાઇક ચાલકનું મોત નીપજયુ હતુ.બોટાદ પોલીસ સ્ટેશનમા ગુનો નોંધાાતા બોટાદ પોલીસે તપાસ હાથ ધરી છે.
બળદેવભાઈ રોજાસરા પોતાનું બાઈક લઈ મહાજનની વાડીમાં તેમના ભાઇ ગોપાલભાઈ હેમુભાઈ રોજાસરા ( રહે. ગઢડા રોડ સરકારી સ્કૂલ ની બાજુમાં માધવપાર્ક સોસાયટી, મૂળ રહે. જામડી તાલુકો લીંબડી જિલ્લો સુરેન્દ્રનગર) ની પત્નીને લેવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન ગઢડા રોડ ઉપર મોચીપરા પાસે પહોંચતા બાઈક આગળ એક રીક્ષા જઇ રહિ હતી આ રીક્ષાની બાજુમાંઅમરેલી બોટાદ રુટની એસટી બસ નંબર જીજે 18 ઝેડ 3906 જતી હતી આ બંને વાહનો વચ્ચેથી બાઈક લઇ સાઈડ કાપવા જતા રીક્ષા ચાલકે તેની રીક્ષા પુર ઝડપે ચલાવી મોટરસાયકલ ચાલકને ટક્કર મારતા મોટરસાયકલ ફંગોળાઈ જતા બાજુમાથી પસાર થતી એસટી બસના પાછળના ટાયરના જોટામાં યુવક આવી ગયોહતો.