હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
રાજકોટ જીલ્લા પોલીસ વડા તરીકે આઇપીએસ હિમકરસિંઘ એ આજે ચાર્જ સંભાળતા તેમને જસદણ જીઆઈડીસી એસોસિએશન અને યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઘેલાં સોમનાથ મંદિરના ટ્રસ્ટી વિજયભાઈ રાઠોડએ આવકાર આપ્યો હતો અને જણાવ્યું હતું કે કડક અધિકારીની છાપ ધરાવતાં હિમકરસિંઘ એ અમરેલી જિલ્લામાં બેખૂબીથી પોતાની ફરજ બજાવી હતી તેમણે ફરજ દરમિયાન અનેકાએક કાર્યોમાં સફળતા મેળવી ઉપરાંત ગત લોકસભાની ચૂંટણીમાં અમરેલી જિલ્લામાં એમનું નામ અને કામ મ્હોરી ઉઠ્યું હતું
અંતમા વિજયભાઈએ રાજકોટ જીલ્લા પોલીસ વડા તરીકેની નિમણુંકને આવકારી હતી નોંધનીય છે કે હિમકરસિંઘ વર્ષ ૨૦૧૩ની બેચના આઈપીએસ અધિકારી છે તેઓ મૂળ યુપી રાજયનાં છે તેમણે વિજ્ઞાન પ્રવાહથી અભ્યાસ કરી બીએસસીની ડીગ્રી મેળવી હતી ઉલ્લેખનીય છે કે ગુરૂવારે રાજકોટ એસ પી ઓફિસ ખાતે ગાર્ડ ઓફ ઓનર આપી તેમનું અભૂતપૂર્વ અને ઐતિહાસિક સન્માન કરવામાં આવ્યું હતું બાદ ૩૪માં રાજકોટ જીલ્લા પોલીસ વડા તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.