સાળંગપુર મંદિરના પાર્કિંગમાંથી મોબાઈલ ચોરી:કારનો કાચ તોડી ચોરી કરનાર આણંદનો શખ્સ ઝડપાયો, 10 હજારનો મુદ્દામાલ કબજે
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા પ્રસિદ્ધ સાળંગપુર હનુમાન મંદિરના પાર્કિંગમાં પાર્ક કરેલી કારમાંથી મોબાઈલ ફોનની ચોરી કરવાના કેસમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. એલસીબી પોલીસે આણંદના રહેવાસી મહમદઅકીલ સલીમભાઈ નૂરમહંમદ વોરાની ધરપકડ કરી છે.
આરોપીએ કારનો કાચ તોડીને અંદરથી રેડમી કંપનીનો 13c મોડલનો મોબાઈલ ફોન ચોરી કર્યો હતો. પોલીસે આરોપી પાસેથી રૂપિયા 10,000ની કિંમતનો મોબાઈલ ફોન કબજે કર્યો છે. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ પ્રકારની ચોરીઓને અટકાવવા માટે મંદિર પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવશે.