WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

બોટાદ અપહરણકાંડ: 50 કરોડની માંગ કરનારા બે આરોપી ઝડપાયા, 7 દિવસના રિમાન્ડ મંજૂર

બોટાદના ચર્ચિત અપહરણકાંડમાં બે આરોપી ઝડપાયા:મિલ માલિક વિપુલ શેખનું અપહરણ કરી 50 કરોડની માંગ કરનારા બે આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર

ગત 28 ડિસેમ્બરના સવારના 10 કલાક આસપાસ બોટાદના ભદ્રાવડી ગામના મિલ માલિક વિપુલ શેખનું કારમાં બેસાડી અપહરણ કરવાની ઘટના બની હતી. અપહરણકર્તાઓએ મિલ માલીક વિપુલ શેખ પાસે 50 કરોડ રૂપિયાની માંગ ને લઈને અપહરણ કર્યુ હતું.
બોટાદ પોલીસને જાણ થતાં એસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો જ્યારે અપહરણકર્તાઓ અપહૃત વિપુલ શેખને વિંછીયાના સમઢીયાળા ગામે કારમાં છોડી નાસી છુટયા હતા.

બોટાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી અપહરણ કર્તાઓની શોધખોળ હાથ ધરી હતી. જ્યારે બોટાદ પોલીસે અપહરણ કરનાર સંજય મનુભાઈ ઓળકિયા અને અલ્પેશ બુધાભાઇ મકવાણા નામના બે શખ્શો ની પોલીસે ધરપકડ કરી છે.

બોટાદ એલસીબી પોલીસે અપહરણકર્તા સંજય મનુભાઈ ઓળકિયાની રતનપર ચોકડીથી જ્યારે પાળિયાદ પોલીસે અલ્પેશ બુધાભાઇ મકવાણાને ભદ્રાવડીથી દબોચી લીધો છે.

પાળીયાદ પોલીસ દ્વારા બંને આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી 14 દિવસનાં રિમાન્ડ માંગતા કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, ત્યારે બાકિના ચાર જેટલાઆરોપીઓને પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. 50 કરોડની ખંડણીના 6 આરોપી પૈકી 4 આરોપી પોલીસ પકડથી દુર છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો