હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના વીંછિયા રોડ પર બાઈક ચાલક અને છોટા હાથી વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકને ગંભીર ઈજા પહોંચતા તેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતાં.
આ અકસ્માત સર્જાતા સતત ધમધમતા આ હાઇવે પર ટ્રાફિક સર્જાતા વાહન ચાલકો હેરાન થયાં હતાં હાલ ઉત્તરાયણ અને આગામી લગ્નસરાની સિઝન હોવાથી લોકો ખરીદી માટે આવી રહ્યાં છે ત્યારે વાહન ચાલકો બેફામ ગતિએ વાહન ચલાવતાં અનેક વાર અકસ્માતો સર્જાયા છે.
ત્યારે બેફામ ગતિએ દોડતાં વાહનો સામે પોલીસ કાર્યવાહી કરે એમ લોકો ઈચ્છી રહ્યા છે આ અકસ્માતમાં બાઈક ચાલકની હાંસડી તૂટી ગઈ હોવાનું જાણવા મળેલ છે વધું તપાસ જસદણ પોલીસ ચલાવી રહી છે.