વિંછિયાના થોરિયાળી ગામમાં યુવાનની હત્યાના કેસમાં મુખ્ય આરોપી નું સરઘસ ન થતાં ગ્રામજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો. ગુસ્સે ભરેલા ટોળાએ પોલીસ મથક પર પથ્થરમારો કર્યો, જેમાં 7 જેટલા પોલીસકર્મી ઘાયલ થયા છે.
મૃતક યુવાન થોરિયાળીનો રહેવાસી હતો, અને તેની હત્યા બાદ પરિવાર તથા ગામવાસીઓ આરોપીઓને ઝડપી પાડવા પોલીસ પર દબાણ કરી રહ્યા હતા.
પોલીસે જવાબી કાર્યવાહી કરતા ટિયર ગેસ ના સેલ ફાયર કર્યા, પરંતુ ટોળાએ પોલીસ મથક પર પથ્થરમારો કરીને આશપાસનાં વાહનોનું પણ નુકસાન કર્યું.
પોલીસે વધુ ફોર્સ બોલાવી અને પરિસ્થિતિને કાબુમાં લીધી. અને ટોળા સામે ગુનાહિત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.