WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

ગુજરાતની ભાજપ સરકારના નિર્ણયને આવકારતાં જસદણ ભાજપ અગ્રણીઓ

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
ગુજરાતમાં સગીર વયના બાળકોમાં મોબાઈલ ફોન અને સોશ્યલ મીડિયાનો ઉપયોગ અટકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવાનું એલાન કરતાં આ નિર્ણયને જસદણ ભાજપ શહેર પ્રમુખ વિજયભાઈ રાઠોડ અને જસદણ નગરપાલિકાના પુર્વ પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રૂપારેલિયાએ આ નિર્ણયને આવકાર્યો હતો.
અને આ અંગે રાજયનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાને આ નિર્ણય બદલ અભિનંદન પાઠવ્યા હતા સમગ્ર દેશમાં લાંબા સમયથી બાળકોમાં સોશ્યલ નેટવર્કિંગ અને સ્માર્ટ ફોનનો ઉપયોગ વધી રહ્યો છે જેનાં કારણે બાળકોમાં વાંચન શકિત અને રમતગમતનું પ્રમાણ ઘટી રહ્યું છે જેની ચિંતા રાજ્યની ભાજપ સરકારએ કરી હતી આ અંગે રાજયનાં શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ ગાંઘીનગરમાં ટેકનિકલ અને શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર સહિતનાં ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી જેમાં બાળકો અને મોબાઈલ બાબતની ગંભીર ચર્ચાઓ થઈ હતી જેમાં કેટલાંક નિર્ણયો પણ લેવામાં આવ્યાં હતાં જેની અમલવારી ટુંકા ગાળામાં થશે એમ જાણવા મળે છે અત્રે નોંધનીય છે કે ઑસ્ટ્રેલિયા પછી ભારતમાં સૌ પ્રથમ ગુજરાત સરકાર બાળક વાલી અને શિક્ષકો માટે મોબાઈલ અને સોશ્યલ સાઇટ્સ અંગે ગાઈડ લાઈન લાવશે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો