WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણના ભડલી ગામે પ્રેમલગ્નનો ખાર રાખી સુરેશભાઇ ઉપર લાકડીથી હુમલો

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
 જસદણના ભડલી ગામે પ્રેમલગ્નનો ખાર રાખી યુવાન ઉપર બે શખ્‍સોએ લાકડીથી હુમલો કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ભડલી ગામે રહેતા સુરેશભાઇ ઉર્ફે સંજયભાઇ કે વિઠ્ઠલભાઇ બારૈયા (ઉ.વ.ર૮) ઉપર તે જ ગામના વિનુ કરશનભાઇ રાઠોડ તથા તેના પુત્ર અશોકએ લાકડીથી હુમલો કરી ઇજા કરી હતી.
તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલો કરનારની ભત્રીજીએ ઇજાગ્રસ્‍ત સુરેશભાઇના મિત્ર સાથે પ્રેમલગ્ન કરેલ હોય તેનો ખાર રાખી પિતા-પુત્રએ હુમલો કર્યો હતો.

આ અંગે સુરેશભાઇએ સામેવાળા પિતા-પુત્ર સામે જસદણ પોલીસ મથકમાં ફરીયાદ કરતા પોલીસે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો