બોટાદનાં ગઢડા રોડ ઉપર એક ભાડાના મકાનમાં અનૈતિક દેહ વ્યાપાર ચાલતો હોવાની બાતમીના આધારે બોટાદ પોલીસે રેડ કરી હતી તે દરમ્યાન ભોગ બનનાર બે મહિલાઓને મુક્ત કરાવી હતી. જ્યારે અનૈતિક દેહવ્યાપાર ચલાવતા 4 ઈસમોને પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ બોટાદમાં ગઢડા રોડ ઉપર આવેલ ભાડાના મકાનમાં અનૈતિક દેહવ્યાપાર ધંધો ચાલતો હોય તેવી બાતમી બોટાદ પોલીસને મળી હતી. પોલીસે બાતમીવાળી જગ્યાએ રેડ પાડતા ભોગ બનનાર 2 મહિલાનો છુટકારો કરાવ્યો હતો. જ્યારે અન્ય 4 આરોપીઓની પોલીસે અટકાયત કરી હતી. જેમાં અનિલ રૂપાભાઈ પરમાર, ગામ-ઢાંકણીયા, મનસુખ ઉર્ફે.મુન્નાભાઈ કુકડીયા ગામ-રંગપર, વિનોદ રામજીભાઈ તલસાણીયા ગામ-કુંડલી અને ઇમરાન હારૂનભાઈ ચુડાસરા બોટાદની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ રેડ દરમિયાન રોકડ રૂપિયા 21 હજાર અને મોબાઇલ ફોન નંગ-3 કિંમત રૂપિયા 24000 સહિત કુલ રૂપિયા 45200નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડી દેહવ્યાપારના રેકેટ અંગે બોટાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
અનિલ પરમાર નામનો આરોપી અગાઉ પણ ઢાંકણીયા રોડ ઉપર ગેરકાયદેસર રીતે દેહ વેપારનો ધંધો ચલાવતો હતો અને પોલીસે રેડ દરમિયાન આરોપીની અગાઉ પણ ધરપકડ થઈ હતી અને સજા પણ ભોગવી ચૂકેલો છે છતાંય આરોપી દ્વારા ફરિવાર આજ ધંધામાં ઝંપલાવી કાળી કમાણી કરવાના બંદ ઇરાદે દેહવેપારનો ધંધો ચલાવી રહ્યો છે.