આપણે રાતોરાત બધું મેળવી લેવું છે. એના માટે મહેનત પરિશ્રમ કરવાને બદલે બસ માંગ માંગ જ કર્યા કરીએ છીએ. એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે ક્યારેય કોઈના મુખદર્શનથી કોઈનો બેડો પાર થયો નથી અને થવાનો નથી. નસીબનો સાથ પણ જરૂરી છે.
આપણે પારબ્ધ અને પુરુષાર્થ વચ્ચે અટવાયા કરીએ છીએ.
રામાયણ મહભારતમાં પણ અનેક ઘટના એ વાતની સાક્ષી પુરે છે કે કર્મનું ફળ બધાને ભોગવવું જ પડે છે. લક્ષ્મણ જ્યારે મૂર્છિત થયા તે વખતે રામ લક્ષ્મણને માથે હાથ ફરાવી એમને હોંશમાં લાવી શકતા હતા. છતાં રામે કહ્યુ કે વેધ ડોકટરને બોલાવો. વેધ પણ કહે છે તાત્કાલિક આ દવા ( સંજીવની) લઇ આવો. નહી તો લક્ષ્મણનો જાણ ખતરામાં છે.
હવે બધા લેભાગુ દાવો કરે છે. હમે હાથ લગાડીને માણસના બધા રોગ ચપટીમાં દુર કરી દઈએ છીએ આ કોઈ કાળે શક્ય જ નથી. શિક્ષા ચિકિત્સા અને ન્યાયની નીતિનું બધાને જ પાલન કરવું જ પડે છે. એ બધી માનવી નીતિ રામે બતાવી.
આજે આ લોકો કહે છે હમે હાથ ફરાવી બધા રોગો દુર કરી દઈએ છીએ. તમારી માલ મિલકત બે ચાર ઘણી કરી શકીએ છીએ. આ લોકો કોણ છે જે કહે છે. કે શિક્ષાની જરૂર નથી હમે તમને પાસ કરી શકીએ છીએ.
સાચા ધર્મને ચમત્કારની કાખઘોડીની કોઈ જરૂર ક્યારેય હોતી જ નથી. આપણે આપણી વિવેકબુદ્ધિ તર્કશકિતનો ઉપયોગ કરવાની જરૂર છે. ભગવાને એક ભુલ કરી છે. કે જેમનામાં માણસાઈ માનવતાનો છાંટો પણ નથી એ પણ આપણા જેવા માણસ જ દેખાય છે.
ધર્મ તમને ધક્કામુકી પડાપડી ક્યારેય શીખવતો નથી. ધર્મ તમને શાંત શાલિન અને સરળતા શીખવે છે. માનવમાત્ર પ્રત્યે દયા કરુણા અનુંકંપા રહેમ રાખવાનું શીખવે છે. ધર્મ હમેશા જોડવાનું કામ કરે છે. તોડફોડ હિંસાનું ધર્મમાં સ્થાન હોય શકે જ નહીં
તમે તમારા પરિવાર માટે બે સમયના ભોજન માટે ઈમાનદારીથી બે પૈસા કમાઈ લાવો છો તે પણ એક ભક્તિ ઇબાદત જ છે.
બધા જ ધર્મો સારા અને શ્રેષ્ઠ છે જ. આપણે ધર્મ અને ભક્તિને વ્યાપક અને સાચા અર્થમાં સમજવાની જરૂર છે. માણસને માણસ સમજવાની જરૂર છે માણસમાં પણ ભગવાન વસેલો છે એ સમજાવવામાં આપણે કાચા પડીએ છીએ . સખત મહેનત પરિશ્રમનો કોઈ જ વિકલ્પ નથી. નીતિ નિયમથી ચાલો કર ભલા તો હો ભલા સુત્ર આજે પણ સાર્થક છે.
" માલીકને હર ઇન્સા કો ઈન્સા બનાયા
હમને ઇસે હિંદુ યા મુસલમાન બનાયા"
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા
સુરત
૯૩૭૬૯ ૮૧૪૨૭