નુરાની કંપની દ્વારા સફળ આયોજન થશે
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જામનગરમાં આગામી તા.૨ ફેબ્રુઆરી ૨૦૨૫ ને રવિવારના રોજ સવારે ૮ વાગ્યાથી બપોરના ૨ વાગ્યા સુધી મદ્રેસા તાહેરીયા ખાતે એક મહા રકતદાન કેમ્પનું આયોજન જામનગર દાઉદી વ્હોરા સમાજના સેવાભાવીઓની નુરાની કંપની દ્વારા સફળ આયોજન હાથ ધરાયું છે.
જેમાં દાઉદી વ્હોરા સમાજના હજજારો ભાઈ બહેનો રકતદાન કરશે આ અંગે પાણી થી લઈ આરોગ્ય સુધીની વ્યવસ્થાની ગોઠવણ હાથ ધરવામાં આવી છે લાખો દાઉદી વ્હોરા સમાજમાં જેનો પડ્યો બોલ ઝીલાય છે એવાં સમાજનાં દિવગંત બાવનમાં દાઈ બુરહાનુદ્દીન સાહેબની યાદમાં સને વર્તમાન પ્રખર માનવતાવાદી ત્રેપનમા દાઈ નામદાર ડો. મુફદ્દલ સાહેબના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે આ કેમ્પ યોજવામા આવી છે.
જેમાં જામનગરના પ્રત્યેક દાઉદી વ્હોરા સમાજના જે રકતદાન કરી શકે તે તમામ સભ્યો રવિવારે રજાના દિવસે વહેલા ઉઠી પ્રથમ રકતદાન કરશે ત્યાર બાદ પોતાના રોજીંદા અને આરામના કામનો પ્રારંભ કરશે આ અંગે નુરાની કંપનીના સભ્યો દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે.
આ અંગે બ્લડ બેંકો છલકાઈ જાય એવી આયોજકોને આશા છે અત્રે નોંધનીય છે કે દાઉદી વ્હોરા સમાજમાં તેમનાં ધર્મગુરુ દ્વારા દુનિયાભરમાં અનેક લોકહીતના કામો કરવામાં આવે છે તેમની એક ઝલક પામવા બિરાદરો દેશ વિદેશના પ્રવાસ કરે છે.