ચોટીલામાં કારમાં બેસવા બાબતનું મનદુઃખ બાબતે સમાધાનનું કંઈ યુવાન પર છરીથી હુમલો કરાયો હતો. આથી યુવાન ઘાયલ થતા ચોટીલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. ચોટીલાના નવાજભાઈ યુસુફભાઈ મહેલાણી રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમાં સોમવારની રાત્રે તેના મિત્ર વિજયભાઈનું બાઇક વાંકાનેર તાલુકાના ભલગામ પાસે બંધ પડતા રિપેરીંગ માટે બોલાવતા વિજયભાઈના મિત્રનું બાઈક લઇ જતા વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાઈક સ્લીપ થતા નવાજને સામાન્ય ઇજાઓ થઈ હતી. તેની જાણ વિજયને કરતા તેઓ વિજય અને તેનું મિત્ર અબ્દુલ ઉર્ફે અફઝલ કરીમભાઇ મેમણ તેની કાર લઈને આવ્યા હતા.
અને વિજયે અફઝલની કારમાં બેસી જવાનું કહેતા અફઝલે કાર લઇ રાજકોટ જવું છે નવાજને ગાડીમાં બેસાડવાની ના પાડતા નવાજે તું તારી ગાડી લઈ નીકળ મારે તારી ગાડીની જરૂર નથી તેમ કહ્યું હતું. આથી અફઝલ અપશબ્દો બોલી ઝઘડો કરી હું તને જોઈ લઈશ તેમ કહી કાર લઇ નીકળી ગયો હતો.
અબ્દુલ ઉર્ફે અફઝલનો ફોન આવતા મારે સમાધાન કરવું હોય તો ભવાની હોટલ સામે સીએનજી પમ્પ પાસે આવો તેમ કહ્યું હતું. આથી નવાજ તેનો ભાઈ એજાજ અને મિત્ર રવિરાજસિંહ સાથે સીએનજી પંપ પાસે ગયા હતા. ત્યાં થોડીવાર પછી અબ્દુલ ઉર્ફે અફઝલ મેમણ તેના મિત્ર હિતેશ સાથે આવી કારમાંથી ઉતરી બોલાચાલી કરી અપશબ્દો બોલતા હતા. અફઝલ મેમણે નેફામાંથી છરી કાઢી નવાજના પડખાના ભાગે મારી બીજો ઘા છાતીના ભાગ પાસે કર્યો હતો.