હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
ધોરાજીમાં આગામી રવિ સોમવારના રોજ દાઉદી વ્હોરા સમાજના મહાન ઓલિયા શેખ મિયાંસાહેબ ગુલામહુશેન મું. ઈસ્માઈલજી સાહેબનો બે દિવસીય ઉર્ષ મુબારક ઉજવાશે જેમાં હજજારો દાઉદી વ્હોરા સમાજના ભાઈ બહેનો અને બાળકો ભાગ લઈ અકીદતનાં પુષ્પો ન્યોછાવર કરશે આ અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
અલ્લાહની બંદગી અને લોકોની સેવામાં પોતાનું જીવન જીવનારા આ સંતએ જીવનનાં અંત સુધી લોકોની સેવા કાજે વ્યસ્ત રહ્યાં હતાં ધોરાજીના આ ઓલિયા તમામ લોકોની મનોકામના સિદ્ધ કરતાં હોવાનું અહી જીયારત માટે આવનારોનુ કહેવું છે ઉર્ષ મુબારક અંગે સંદલ, મજલીસ, ન્યાઝ નાસ્તા સહિતના કાર્યક્રમોને આખરી ઓપ આપવા માટે ધોરાજીના સેવાભાવીઓ કામે વળગી રહ્યાં છે
સૌરાષ્ટ્રભરમાંથી અનેક આસ્થાળુઓ અત્રે પધારશે તે અંગે આયોજકોએ પાણીથી લઈ આરોગ્ય સુધીની વ્યવસ્થાની ગોઠવણ કરી છે આ ઉર્ષ મુબારકને લઈ ધોરાજી વ્હોરા બિરાદરોમાં અનેરો થનગનાટ પ્રવર્તી રહ્યો છે.