હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ નગરપાલિકામાં છેલ્લાં ૨૫ વર્ષથી ભગવો લહેરાય રહ્યો છે ત્યારે આજે ભાજપએ સાત વૉર્ડના ૨૮ ઉમેદવારોની યાદી જાહેર કરતાં આજે છેલ્લાં દીવસે કેટલાંક વોર્ડમાં અપક્ષો ફોર્મ ભરે એવી શક્યતા સેવાઈ રહી છે કારણ કે જસદણ ભાજપમાં કુલ મળીને ૧૪૩ વ્યક્તિઓએ દાવેદારીના ફોર્મ ભર્યા હતાં જે પૈકી ૨૮ ઉમેદવારો આજે જાહેર થતા વોર્ડ નંબર ૫ના સુરેશભાઈ નથુભાઈ છાયાણી આજે સાંજે અપક્ષ તરીકે ઝંપલાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે હું મારાં વિસ્તારના દરેક પ્રજાકીય કામોમાં વ્યસ્ત રહુ છું લોકોના અડધી રાતે પણ ફોન ઉપાડું છું
નગરપાલિકા પાણી, રોડ રસ્તા, ગટર, દબાણ, ટ્રાફિક સાફસફાઈ જેવી પ્રાથમિક જરૂરિયાતને પણ નજર અંદાજ કરી લોકોને હેરાન કરી રહ્યા છે ત્યારે મને અપક્ષમાં ઉમેદવારી કરવાનું સૂઝયું છે અને વૉર્ડ નંબર ૫ના મતદારો મને ખોબલે ખોબલે મત આપશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
જસદણ નગરપાલિકામાં ભાજપએ મોટે ભાગે રીપીટની થીયરી અજમાવી હતી અને નવા સભ્યો છે જે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઈ ધાધલ જે વર્ષોથી દરેક સમાજ સાથે જોડાય નિષ્ઠાપૂર્વક લોકોનાં કામો કરી રહ્યાં છે
તેમની વિચારસરણી ધ્યાને લઈ ભાજપએ ટિકિટ આપી છે આ ઉપરાંત ભાજપએ એડવોકેટ જલ્પાબેન કુબાવત, રેખાબેન ચાવ, કાજલબેન ઘોડકિયા, શોભનાબેન ઢોલરિયા, ગભરુંભાઈ ધાધલ, કાંતાબેન કાછડીયા, મુકેશભાઈ જાદવ, એડવોકેટ દીપકભાઈ ગીડા, જીજ્ઞેશભાઈ હીરપરા, કુસુમબેન દાવડા સહિતનાં કાર્યકરો પર પસંદગીનો કળશ ઢોળ્યો છે દરમિયાન જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે જસદણ નગરપાલિકાના ભાજપના તમામ ઉમેદવારો આજે જાહેર થયાં છે તે તમામ સમાજ સાથે સીધો સંપર્ક ધરાવે છે લોકોનાં કામો સાથે જોડાયેલા છે તેથી સાતેય વોર્ડમાં અમારી જીત નિશ્ચિત છે.