WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

રાજકોટ જીલ્લા ભાજપના પુર્વ મહામંત્રી મુકેશભાઈ મકવાણાનો આજે જન્મદિન

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણ વીંછિયા પંથકમાં સામાજિક કાર્યમાં મોખરે રહી પોતાનું વ્યક્તિત્વ શોભાવતા મુકેશભાઈ મકવાણાના આજના જન્મદિન પ્રસંગે જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ સહિતનાં આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા.
ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર મુકેશભાઈ આજે પોતાની જીવનયાત્રાના ૩૫ વર્ષ પુર્ણ કરી ૩૬માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યાં છે ત્યારે તેમને વિવિધ માધ્યમો પર ઠેર ઠેરથી શુભેચ્છા મળી રહી છે મુકેશભાઈ એ ભુતકાળમાં રાજકોટ જીલ્લા યુવા ભાજપના મહામંત્રી તરીકે જબરજસ્ત સેવા આપી હતી તેમની નોંઘ પણ પક્ષના મોવડીઓ દ્વારા લેવામાં આવી હતી.
તેમનાં આજના જન્મદિન અવસરે રાજયનાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા જસદણ વીંછિયા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સહિતનાં લોકોએ આજે તેમને અભિનંદન પાઠવ્યા હતાં.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો