બોટાદમાં પાનના ગલ્લે માણસો ભેગા કરી ગાળો બોલતા હોય જેને લઇ મહિલાએ માણસો ભેગા કરવાની ના પાડતા મહિલાને આઠ ઈસમોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે અંગે બોટાદ પોલીસ સ્ટેશનમા ફરિયાદ દાખલ થતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે મળતી માહીતી મુજબ બોટાદના ગઢડા રોડ ઉપર આવેલ નાગલપરના દરવાજા પાસે રહેતા ગીતાબેન ડો. ઓફ વિનોદભાઈ મોહનભાઈ વાઘેલા .ઉ.વ 24ના ઘર પાસે પાનનો ગલ્લો ચલાવી માણસો ભેગા કરી અવાર નવાર ગાળો બોલતા હોય જેને લઇ ગાળો બોલવાની ના પાડી હતી.
બાદમાં અશ્વિન પરસોત્તમભાઈ વાઘેલા, રૂપેશ વિનોદભાઈ વાઘેલા, મયુર પરસોત્તમભાઈ વાઘેલા, કેવલ ઉર્ફે કાળુ હીરાભાઈ વાઘેલા, વિનોદ ગલાભાઈ વાઘેલા, પરસોત્તમ હિતેશ, હીરા વાઘેલા, અને હીરા ગલાભાઈ વાઘેલા, રહે તમામ બોટાદ ઉશ્કેરાઇ જઈ ગીતાબેનને ગાળો આપી હાથમાં રહેલ પાઇપ અને લાકડી વડે માંથાના ભાગે અને મૂંઢ માર મારી નાની મોટી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે ગીતાબેને તમામ ઈસમો વિરૂધ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમા ગુનો નોધાવી કાર્યવાહી હાથ ધરી હતી.