WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ નગરપાલિકાના સંભવિત ઉમેદવારોની આગેવાનોએ સેન્સ લીધી: ટોળેટોળા ઉમટયા

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણ નગરપાલિકાના સંભવિત ઉમેદવારોની સેન્સ આજે જાહેરમાં થઈ હતી આગામી તા.૧૬ ફ્રેબ્રૂઆરીના રોજ જસદણ નગરપાલિકાની ચૂંટણી યોજાય રહી છે જેમાં ગત રવિવારે ભાજપના ઉમેદવારો બનવા માટે અંદાજિત ૧૫૦ જેટલાં લોકોએ ફોર્મ ઉપાડ્યા હતાં.
તેમની સેન્સ આજે ભાજપ તરફથી નિયુક્ત કરેલા ત્રણ નિરીક્ષકો દ્વારા જાહેરમાં લેવામાં આવી હતી જે અંગે સોમવારે જસદણમાં કમળાપુરરોડ સ્થિત ભાજપના કાર્યકરોના ટોળેટોળા ઉમટયા હતાં આ અંગે જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે જસદણના સાત વૉર્ડમાં કુલ મળીને ૨૮ ઉમેદવારોની પસંદગી કરવાની છે તે આગામી તા.૩૧ સુધી થઈ જશે વિજયભાઈ એ વધુમાં જણાવ્યું હતું કે જસદણ શહેરમાં વિકાસની હારમાળા સર્જાય છે તે ભારતીય જનતા પાર્ટીનું યોગદાન છે.
તેનાં થકી ભાજપ તરફથી ચૂંટણી લડવા લોકોએ જે પ્રેમ દર્શાવ્યો તે અમારા માટે ગર્વ છે હવે આગેવાનો દ્વારા ફાઈનલ ઉમેદવારો આગામી તા.૩૧ સુધી નક્કી થઈ જશે. અત્રે નોંધનીય છે કે જસદણ નગરપાલિકામાં ઇસ્વીસન ૧૯૯૫ થી અપવાદ બાદ કરતાં ભાજપનો ભગવો જ લહેરાયો છે

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો