WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

થાનમાં ગેસની લાઇનમાં કનેક્શન આપી ચોરી કરનાર શખસ ઝડપાયો

થાનગઢમાં ગેસની લાઇનમાં ગેરકાયદે કનેક્શનના ગુનામાં આરોપી 5 માસથી ફરાર હતો. જેને થાન પોલીસે ઝડપી પાડ્યો છે. સુરેન્દ્રનગર શહેરના વિવિધ ગુનાઓના નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા જિલ્લા પોલીસવડાએ સૂચના આપી હતી.
આથી થાન પોલીસ ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવતા શહેર વિસ્તારમા હોવા દરમિયાન ફરાર આરોપી અંગે બાતમી મળી હતી. આથી થાનમાંથી થાન પોલીસ મથકના ગેસની મેઇન પાઇપ લાઇનમાં ગેરકાયદે કનેક્શન આપી સ્નોસેરા સિરામિકમાં ગેસનું વપરાસ કરી ગુનો કરનાર આરોપી જે 5 માસથી ફરાર હતા.

તે થાન ભોયરેશ્વરના રહીશ દિપકભાઇ ઉર્ફે લાલો શાંતિદાસ ભગવાનદાસ દુધરેજીયાને ઝડપી પાડવામાં આવ્યા હતા. થાન પોલીસ મથકે લાવી આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

આ કાર્યવાહીમાં પીઆઇ વી.કે.ખાંટ તથા વીરભદ્રસીંહ તથન પોલીસ ટીમ જોડાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજ મુદ્દે ઘણા તાલુકાઓમાં ગેરકાયદે ખનન મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો