હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં આગામી તા.૧૪ ને મંગળવારના રોજ વિખ્યાત ગાયત્રી મંદિર પાસેથી સવારે ૮:૩૦ કલાકે એક ભવ્ય શોભયાત્રાનું આયોજન હાથ ધરાયું હોવાનું જસદણ તળપદા કોળી સમાજનાં કાર્યકર અમરશીભાઈ રાઠોડએ જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું માંધાતા પ્રાગટ્ય દીવસ પ્રસંગે મંગળવારે સવારે ગાયત્રી મંદિર પાસેથી એક વિશાળ શોભાયાત્રા નીકળશે અને આટકોટરોડ, ડી એસ વી કે હાઇસ્કુલ, મોતીચોક, મેઈનબજાર, ટાવરચોક, વિંછીયારોડ થઈ તળપદા કોળી સમાજ વિદ્યાર્થી ભવન પાસે પુર્ણ થશે.
આ શોભાયાત્રામાં સાધુ સંતો મહંતો અને મહાનુભવો ખાસ ઊપસ્થિત રહેશે દરમિયાન શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવશે એમ અમરશીભાઈએ અંતમા જણાવ્યું હતું.