WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણના આટકોટ ગામ પાસે વિલાયતી દારૂનું ટેન્કર ઝડપાયું:ડ્રાઈવર ક્લીનર નાસી છૂટયા

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
સ્‍ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જસદણના આટકોટ પાંચવડા રોડ ઉપરથી ચોક્કસ બાતમીના આધારે દિવ દમણ તરફથી ટેન્‍કરના ખાનામાં છુપાવી આવતો ૮૦૦ પેટી  વિદેશી દારૂ જેની કિંમત અંદાજે ૮૦ લાખ તેમજ ટેન્‍કર સહિત ૧ કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્‍યો છે. ડ્રાઇવર અને ક્‍લીનર નાસી છૂટયા હોય ત્યારે વધુ તપાસ આટકોટ પોલીસ ચલાવી રહી છે. 
 જસદણના આટકોટ પાસેથી આજે વહેલી સવારે સ્‍ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ૮૦૦ વિદેશી દારૂની પેટી ટેન્‍કરમાં છુપાવી જુદાં જુદાં બુટલેગરને આપવામાં હતા ત્‍યારે ચોક્કસ બાતમીના આધારે સ્‍ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એક ટેન્કર ઝડપી પાડવામાં આવ્યું છે.
આ અંગે મળતી વિગતો મુજબ ચોક્કસ બાતમીના આધારે સ્‍ટેટ મો આટકોટ પાસે પેટ્રોલિંગ કરી રહી હતી ત્‍યારે વહેલી સવારે જસદણના આટકોટ-પાંચવડા ચોકડી પાસેથી ટેન્‍કરની તલાસી લેતા ટેન્‍કરના ખાનામાં છુપાવેલ જુદી જુદી બ્રાન્‍ડની વિદેશી દારૂની ૮૦૦ જેટલી પેટી મળી આવી હતી.
ટેન્‍કરને રોકવામાં આવતા ડ્રાઇવર અને ક્લીનર બંને અંધારાનો લાભ લઇ નાસી છૂટયા હતાં 

ડ્રાઇવર ક્લીનર નાસી ગયા બાદ સ્‍ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ટેન્‍કર આટકોટ પોલીસ સ્‍ટેશનને લાવવામાં આવ્‍યું હતું અને ધોરણસરની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી 
૮૦૦ પેટી વિદેશી દારૂની કિંમત ૮૦ લાખ રૂપિયા અને ટેન્‍કરની કિંમત ૨૦ લાખ ગણી એક કરોડ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે આ અંગે ડ્રાઇવર ક્લીનરની શોધખોળ હાથ ધરી છે.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો