હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી આગામી તા.૧૬ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ સાત વર્ષ ઉપરાંતના ગાળામાં યોજાય રહી છે જે અંગે વિવિઘ પક્ષોમાં ગતિવિધિ તેજ બની છે.
જયારે આ ચૂંટણી અંગે ભારતીય જનતા પાર્ટીએ પ્રભારી, સંયોજક અને સહ સંયોજકની નિમણુંક કરવામાં આવતા આ નિમણૂકોને જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ આવકારી હતી અને જણાવ્યું હતું કે આગામી નગરપાલિકાની ચૂંટણીમાં ફરી વધું એકવાર ભાજપનો ભગવો લેહરાશે એવી આશા વ્યક્ત કરી હતી.
ચૂંટણીના પ્રભારી તરીકે દિનેશભાઈ અમૃતિયા, સંયોજક તરીકે તળશીભાઈ તાલપરા અને સહ સંયોજક તરીકે જસદણ ભાજપના પીઢ અગ્રણી ચંદુભાઈ કચ્છીની નિમણુંકો કરવામાં આવી છે અત્રે નોંધનીય છે કે જસદણ નગરપાલિકામાં કુલ મળીને સાત વૉર્ડમાં ૪૮,૪૮૩ મતદારો નોંધાયેલા છે જે અંગે ચૂંટણી તંત્રએ ૪૪ બુથોની વ્યવસ્થા કરવામાં કમર કસી છે.