ભાવનગરમાં સેવાભાવી એડવોકેટ ફિરોઝભાઈ બત્તીવાળાનું નિધન: ગુરૂવારે જીયારત અને બેસણું
ભાવનગર: દાઉદી વ્હોરા એડવોકેટ હાજી ફિરોઝભાઈ મોહંમદભાઈ બત્તીવાળા તે રઝિયાબેનના પતિ મ. શબ્બીરભાઈ, અસગરભાઈ, રશીદાબેન (મુંબઈ) એડવોકેટ રેહાનાબેન (રાજકોટ) ના ભાઈ જોહરભાઈ, ઇમરાનભાઈ, આદિલભાઈના પિતા ઝૈનબબેન, અલીફિયાબેન, બતુલબેનના સસરા તા.6 જાન્યુઆરી 2025 ને સોમવારના રોજ ભાવનગર મુકામે વફાત પામેલ છે મર્હુમની જીયારત (કુરાનખ્વાની) તા.9 જાન્યુઆરી 2025 ને ગુરુવારના રોજ સવારે 11:30 કલાકે મહંમદીબાગ સદ્દગતનું બેસણું ઓમપ્લાઝા હોલ સાંજે 4 થી 6 ભાવનગર ખાતે રાખવામાં આવેલ છે શોક સંદેશો મો.9724707070 ઉપર વ્યકત કરવો દેહવિલય પામેલ ફિરોઝભાઈ એક સારા લોકસેવક હતાં વર્ષો સુધી તેમણે સેવાના કાર્યોમાં અગ્રેસર રહ્યાં હતાં ખાસ કરીને તેમણે ભાવનગર દાઉદી વ્હોરા સમાજમાં જે નજમી મસ્જિદ બની એમાં સેવાકિય ધોરણે મુખ્યફાળો રહ્યો હોવાનું આજે તેમની અંતિયાત્રામાં ચર્ચાતું હતું આજે દાઉદી વ્હોરા સમાજ સહીત વિવિધ સમાજનાં અગ્રણીઓ અંતિમયાત્રામાં જોડાય ભારે હૈયે અંજલિ અર્પણ કરી હતી.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
Death