WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણના માનવતાવાદી વિખ્યાત ગાયનેક ડો.પંકજભાઈ કોટડીયાનો આજે જન્મદિન

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
 જસદણમાં સંઘર્ષ, કૌશલ્ય અને નિષ્ઠાથી સફળતાની કેડી કંડારનારા આગવી પ્રતિભા ધરાવતાં માનવતાવાદી જાણીતાં ગાયનેકોલોજિસ્ટ ડો.પંકજભાઈ કોટડીયાનો આજે જન્મદિન છે 
એમનાં સેવા કર્મ થકી જસદણ બાબરા વીંછીયા પંથકની હજ્જારો મહિલાઓને અત્યાધુનિક વિજ્ઞાનની ભેટ આપી પીડામાંથી મુક્તિ અપાવી દોડતી કરનારાં ડો. પંકજભાઈ કોટડીયાનો જન્મ તા.૨૫ જાન્યુઆરી ૧૯૮૧ ના રોજ થયેલ હતો 
શનિવારે પોતાની જીવનયાત્રાના ૪૪માં વર્ષમાં વટભેર પ્રવેશ કરતાં એમનાં વિશાળ મિત્રવર્તુળ, સગાસ્નેહીજનો, અને પરિવારજનોમાં ખુશાલી વ્યાપી છે એક તબીબ તરીકે તેમનો જોટો જડવો મુશ્કેલ છે કારણ કે જસદણમાં જ્યારે કોરોનાની બીજી લહેર ચાલતી હતી.

એ કાળમાં મુત્યુનો આંક પણ વધતો જતો હતો તબીબી જગતમાં પૈસાનો વરસાદ વરસતો હતો એ સમયે ડો. પંકજભાઈએ એક પણ નયો પૈસો લીધા વગર રાત દીવસ કોરોના દર્દીઓની સેવામાં વ્યસ્ત રહ્યાં હતાં તેને આજે પણ જસદણ વિંછીયા પંથકવાસીઓ ગર્વભેર યાદ કરે છે.
જો કે આજે પણ તેમની એક નહી પણ અનેક સેવાઓ ગાઈ વગાડીને નહી પણ મુંગા મોઢે ચાલી રહી છે તેમનાં આજના જન્મદિન નિમિત્તે ધાર્મિક, રાજ્કીય, વેપાર, ઉદ્યોગ, સામાજિક, વૈદકીય, સહકારી, સરકારી, શૈક્ષણીક જેવી વિવિધ સંસ્થાઓના આગેવાનો, હોદ્દેદારો અને પ્રતિનિધિઓ દ્વારા વિવિધ માધ્યમો ઉપર અભિનંદન વરસી રહ્યાં છે.
ડો.પંકજ કોટડીયા, મો.9033600687

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો