WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણમાં નવા બનેલ રોડ ઉપર ચાલવાની ના પાડતા પારસભાઇ રાઠોડ ઉપર છરીથી હુમલો

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણમાં નવા બનેલ રોડ ઉપર ચાલવાની ના પાડનાર યુવાન ઉપર પિતરાઇ ભાઇ સહિત બે શખ્‍સોએ છરીથી હુમલો કર્યો હતો.
મળતી વિગતો મુજબ જસદણ પોલીસ મથક પાસે આવેલ મફતીયાપરામાં રહેતા પારસભાઇ હરેશભાઇ રાઠોડ (ઉ.વ. ર૩) ગઇકાલે પોતાના ઘર પાસે હતા ત્‍યારે ત્‍યાં જ રહેતા તેના કાકાના પુત્ર તુષાર ઉર્ફે બુધ્‍ધો રમેશભાઇ રાઠોડ અને તેના મિત્ર રવિ ઉર્ફે ઢીંબણ જગાભાઇ ડાભી રે. બાખલવડ રોડ જસદણએઢ છરીથી હુમલો કરતા પારસભાઇને ઇજા થતા સારવાર અર્થે જસદણ સીવીલ હોસ્‍પીટલમાં ખસેડાયેલ હતા.

ઇજાગ્રસ્‍ત પારસભાઇ રાઠોડએ શેરીમાં નવો આર.સી.સી.નો રોડ બનેલ હોય અને આ રોડ ઉપર પિતરાઇ ભાઇ તુષાર તથા તેના બનેવીને ચાલવાની ના પાડતા તેનો ખાર રાખી હુમલો કર્યો હતો. આ અંગે પારસભાઇએ પિતરાઇ ભાઇ તથા તેના મિત્ર સામે ફરીયાદ કરતા જસદણ પોલીસે ગુન્‍હો દાખલ કરી બંનેની શોધખોળ હાથ ધરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો