Redmi Turbo 4: 6550mAh બેટરી અને 50MP કેમેરા સાથેનો પાવરફુલ સ્માર્ટફોન!
ટેક કંપની Xiaomiની સબ-બ્રાન્ડ Redmi એ તેના હોમ માર્કેટ ચીનમાં Redmi Turbo 4 સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ ફોન ભારતમાં Poco X7 Pro નામથી વેચવામાં આવશે.
Redmi Turbo 4 વિશ્વનો પ્રથમ સ્માર્ટફોન છે, જે MediaTek Dimensity 8400-Ultra ચિપસેટ સાથે આવે છે. પાવર બેકઅપ માટે તેમાં 6550mAh બેટરી છે અને સાથે જ 50MP પ્રાઇમરી કેમેરા અને 16GB RAM પણ છે.
રેડમી Turbo 4ની કિંમત અને કલર ઓપ્શન્સ
Redmi Turbo 4 ચાર વેરિઅન્ટમાં લોન્ચ થયો છે:
- 12GB RAM + 256GB સ્ટોરેજ: ₹23,490
- 16GB RAM + 512GB સ્ટોરેજ: ₹29,370
ફોનમાં ત્રણ કલર ઓપ્શન્સ ઉપલબ્ધ છે: Cloud White, Light Sea Blue અને Shadow Black.
રેડમી Turbo 4: સ્પેસિફિકેશન્સ
સ્પેસિફિકેશન | વિગત |
---|---|
ડિસ્પ્લે | 6.67-ઇંચ OLED 1.5K ડિસ્પ્લે (2712 x 1220 પિક્સેલ), 120Hz રિફ્રેશ રેટ, Gorilla Glass 7i |
પ્રોસેસર | MediaTek Dimensity 8400-Ultra (4nm) |
રેમ અને સ્ટોરેજ | 12GB/16GB LPDDR5X RAM, 256GB/512GB UFS 4.0 (SD કાર્ડ દ્વારા 1TB સુધી વિસ્તરે) |
કેમેરા | 50MP (Sony LTY-600) + 8MP Ultra-Wide, 20MP Selfie Camera |
બેટરી | 6550mAh, 80W ફાસ્ટ ચાર્જિંગ |
ઓપરેટિંગ સિસ્ટમ | Android 15 પર આધારિત HyperOS 2 |
કુલિંગ ટેક્નોલોજી | 5000mm² Stainless Steel VC Cooling |
રંગ વિકલ્પો | Cloud White, Light Sea Blue, Shadow Black |
કિંમત | ₹23,490 થી ₹29,370 |
ખાસ ફીચર્સ
ગેમિંગ માટે, Redmi Turbo 4માં 5000mm² Stainless Steel VC Cooling અને Ultra-Thin 3D IceLoop System છે. આ ફોન IP66, IP68, અને IP69 પ્રમાણિત છે, જે તેને Dustproof અને Waterproof બનાવે છે.
બેટરી અને ચાર્જિંગ
Redmi Turbo 4માં 6550mAh કાર્બન-સિલિકોન બેટરી છે, જે -35°C તાપમાનમાં પણ કામ કરે છે. 80W ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીથી ફક્ત 45 મિનિટમાં 100% ચાર્જ થાય છે.