WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

વીંછિયાના કોટડાને 275 લાખના ખર્ચે વિશ્રામગૃહની સુવિધા મળશે

જળ સંપતિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે વીંછિયા તાલુકાના કોટડા ગામ ખાતે રૂ.275.98 લાખના ખર્ચે તૈયાર થનાર વિશ્રામ ગૃહનું ભૂમિપૂજન કરાયું હતું, અને આગામી ટૂંક સમયમાં તેનું કામ શરૂ થશે.
આ તકે મંત્રી બાવળીયાએ જણાવ્યું હતું કે, આ વિશ્રામ ગૃહ ધંધુકાથી ગોંડલ સુધીના સ્ટેટ હાઈ- વે પર સુવિધાયુક્ત બનાવવામાં આવશે. આશરે 854.16 ચોરસ મીટરમાં બનનાર વિશ્રામ ગૃહમાં ગ્રાઉન્ડ ફ્લોર પ્રકારનું આર.સી.સી. મકાન, બે વી.આઇ.પી. સ્યુટ રૂમ, 7 સિંગલ ડિલક્ષ રૂમ, સીટીંગ લોજ, કિચન તથા ડાઇનીંગ, સ્ટોર રૂમ, કોન્ફરન્સ હોલ, દિવ્યાંગ ટોઇલેટ, મેનેજર કેબીન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ ઉપરાંત કેમ્પસ એરીયા ડેવલોપમેન્ટ તરીકે પાર્કિંગ શેડ, સી.સી.રોડ, કમ્પાઉન્ડ વોલ, રેઇન વોટર હાર્વેસ્ટીંગ, બોર તથા પમ્પ રૂમ, ગાર્ડન અને લેન્ડ સ્કેપીંગ જેવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવશે.

મંત્રીએ જસદણ અને વીંછિયા તાલુકામાં સિંચાઈ, ખેડૂતો માટે વિવિધ યોજનાઓ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણિક સંસ્થાઓ, તળાવો ઊંડા કરવાની કામગીરી, ડેમના કામો, રસ્તાઓના કામો, મગફળી ખરીદી સેન્ટર, સૌની યોજનાની કામગીરી અંગે વિગતવાર માહિતી આપી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો