WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોની સુરક્ષાર્થે પી.પી.ઈ. કીટ ફાળવવામાં આવી

જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ મંત્રાલયની કામગીરીને આવકારી 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
 સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય અને આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા સફાઈ કામદારોનું ગૌરવ વધારવા અને તેઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે 'રાષ્ટ્રીય મિકેનાઇઝ્ડ સેનિટેશન ઇકોસિસ્ટમ' (નમસ્તે) યોજના શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત સફાઈ કામદારોને સલામત રાખતી ખાસ પી.પી.ઈ. કીટ તૈયાર કરવામાં આવી છે. આ કીટની ફાળવણી જસદણ નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરના સફાઈ કામદારોને ફાળવણી કરવામાં આવી હતી. 
આ સફાઈ કામદારો હવે ભૂગર્ભ ગટરની સફાઈ વખતે ખાસ પી.પી.ઈ. કીટ પહેરી કામગીરી કરશે જેના કારણે તેઓને કોઈ જાનમાલની નુકશાની ના થાય અને તેઓ નિર્ભીકપણે કામગીરી કરી શકે દરમિયાન જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ વિવિઘ મંત્રાલયોની કામગીરી આવકારી જણાવ્યું હતું કે જસદણ નગરપાલિકાના જે કર્મચારીઓ છે તેમની માટે આ કીટ બેસ્ટ પુરવાર થશે કારણ કે ગટરની કામગીરીમાં રોકાયેલ જે કર્મચારીઓ છે તેમને વધું સુરક્ષાનું કવચ મળશે

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો